<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

નવા એક્‍ઝિટ પોલમાં બંગાળમાં ભાજપના પ્રચંડ વિજયની આગાહી

ટુડેઝ ચાણક્‍યે બંગાળમાં ભાજપને ૧૯૨ અને TMCને ૧૦૦ બેઠકો આપી : કેરળમાં ત્રિશંકુ વિધાનસભાનો પણ અંદાજ, આસામ ફરી ભાજપને હવાલે, તમિલનાડુ સ્‍ટાલિન પાસે જ રહેશે

નવી દિલ્‍હી તા.૧: વિધાનસભાની ચૂંટણીના ગુરુવારે જાહેર થયેલા નવા એક્‍ઝિટ પોલ્‍સમાં પヘમિ બંગાળ અને આસામમાં ભાજપના પ્રચંડ વિજયની આગાહી કરાઈ હતી. આ પોલ્‍સમાં કેરળમાં કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધન વચ્‍ચે ગળાકાપ સ્‍પર્ધાનો અને  તમિલનાડુમાં ડીએમકેની વાપસીનો સંકેત અપાયો હતો. ટુડેઝ ચાણક્‍ય અને અને ન્‍યૂઝ-૧૮ બંનેએ બંગાળમાં ભાજપના વિજયની આગાહી કરી હતી. આ ચૂંટણીનું વાસ્‍તવિક પરિણામ ૪મેએ આવશે.

ટુડેઝ ચાણક્‍ય પોલમાં કેરળમાં કોંગ્રેસના નેતૃત્‍વ હેઠળના યુડીએફને ૬૯ બેઠકો અને શાસક એલડીએફને ૬૪ બેઠકોની તથા ભાજપને ૭ બેઠકો મળવાની આગાહી કરાઈ હતી. આ જ એજન્‍સીએ બંગાળમાં ભાજપને ૧૯૨ અને અને ટીએમસીને ૧૦૦ બેઠકો આપી છે. બંગાળમાં વિધાનસભાની કુલ બેઠકો ૨૯૪ છે અને બહુમતીનો આંકડો ૧૪૮ છે.

ટુડેઝ ચાણક્‍યએ આગાહી કરી હતી કે આસામમાં ભાજપને ૧૦૨ બેઠકો અને કોંગ્રેસને ૨૩ બેઠકો મળશે. આસામ વિધાનસભામાં કુલ ૧૨૬ બેઠકો છે અને બહુમતીનો આંકડો ૬૪ છે. એજન્‍સીએ તમિલનાડુમાં ૧૨૫ બેઠકો સાથે ડીએમકેની વાપસીનો સંકેત આપ્‍યો છે, પરંતુ AIADMK કરતાં અભિનેતામાંથી રાજકીય નેતા બનેલા વિજયની ટીવીકેને વધુ બેઠકો મળવાની ધારણા વ્‍યક્‍ત કરી હતી. એજન્‍સીના અંદાજ મુજબ તમિલનાડુમાં ટીવીકેને ૬૩ બેઠકો તથા AIADMK-ભાજપ ગઠબંધનને ૪૫ બેઠકો મળી શકે છે.

ન્‍યૂઝ૧૮ના એક્‍ઝિટ પોલમાં બંગાળમાં ભાજપને ૧૪૩-૧૬૩ અને ટીએમસીને ૧૨૭-૧૪૭ બેઠકો અપાઈ હતી. મતગણતરી માટે QR કોડ આધારીત આઈકાર્ડ અપાશે

ચોથી મેના રોજ હાથ ધરાનારી પાંચ રાજ્‍યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી દરમિયાન ગણતરી કેન્‍દ્રો પર બિનઅધિકૃત વ્‍યક્‍તિ ઘૂસી ના જાય તે માટે ચૂંટણી પંચે ક્‍યુઆર કોડ આધારીત ફોટો આઈડેન્‍ટિટી કાર્ડ સિસ્‍ટમ અમલી બનાવી છે. આ અંગે માહિતી આપતાં ચૂંટણી પંચે જણાવ્‍યું હતું કે, આ સિસ્‍ટમ આગામી ૪મેના રોજ પાંચ વિધાનસભાની મતગણતરી વખતે કાર્યરત થશે અને ભવિષ્‍યની તમામ લોકસભા, વિધાનસભા તથા પેટાચૂંટણીઓમાં તેને લાગુ કરવામાં આવશે. મતગણતરી કેન્‍દ્રો પર ઓળખ માટે ત્રિસ્‍તરીય સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

(10:10 AM IST)