તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
દિલ્હીમાં પ્રદૂષણનો નવો ધમાકો: "દિલ્હી ગેંગે પંજાબમાં પરાળી સળગાવી" : ભાજપે કેજરીવાલ પર લગાવ્યો ષડયંત્રનો આરોપ : AAPનો વળતો પ્રહાર
પંજાબમાં પરાળી સળગાવવાના બનાવો અચાનક 10 ગણા વધવાનો ભાજપ નેતા કપિલ મિશ્રાનો સેટેલાઇટ ડેટા સાથે દાવો: AAP નેતાઓના ફોન રેકોર્ડની તપાસ અને FIRની માંગ વચ્ચે રાજધાનીનો AQI 400 પાર જતાં રાજકારણ ગરમાયુ

નવી દિલ્હી: દિલ્હીમાં દિવાળી પછી હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં પહોંચતાં જ રાજકીય ક્ષેત્રે પરાળી સળગાવવાના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. દિલ્હી સરકારના મંત્રી અને ભાજપના નેતા કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેને દિલ્હીને ગૂંગળાવવાનું "કેજરીવાલનું ષડયંત્ર" ગણાવ્યું છે. મિશ્રાએ દાવો કર્યો કે સેટેલાઇટ ડેટા અનુસાર 7 નવેમ્બર સુધી પંજાબમાં પરાળી સળગાવવાના બનાવો માત્ર 125 હતા, પરંતુ દિવાળીની રાત્રે જ અચાનક 10 ગણા વધીને 1,200 સુધી પહોંચી ગયા. તેમણે આરોપ લગાવ્યો કે પંજાબ ગયેલી "દિલ્હી ગેંગે" જાણીજોઈને ખેતરોમાં આગ લગાડી છે.
આ ગંભીર દાવો કરતા કપિલ મિશ્રાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પાસે તુરંત એફઆઈઆર (FIR) નોંધવાની અને દિલ્હીથી પંજાબ મુસાફરી કરનારા AAP નેતાઓ તથા ધારાસભ્યોના ફોન રેકોર્ડની ઊંડી તપાસ કરવાની માંગ કરી છે. તેમણે ઉમેર્યું કે જો આ કાવતરાનું સત્ય બહાર આવશે તો અરવિંદ કેજરીવાલને જેલની સજા ભોગવવી પડી શકે છે. બીજી તરફ, આપ નેતા બલતેજ સિંહ પન્નુએ ભાજપના આરોપોનો સખત વિરોધ કરતા જણાવ્યું કે પંજાબમાં પરાળી સળગાવવાના બનાવોમાં 90% ઘટાડો થયો છે અને ભાજપ હંમેશા પંજાબના ખેડૂતોને બદનામ કરવાની તક શોધે છે.
રાજકીય કીચડ ઉછાળવાની વચ્ચે દિલ્હીની જનતા માટે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 439 તેમજ બુરારી ક્રોસિંગ પર 433 નોંધાયો હતો, જે આરોગ્ય માટે અત્યંત જોખમી છે. CAQM ના રિપોર્ટ મુજબ પંજાબમાં 8 નવેમ્બર સુધી પરાળી સળગાવવાના 4,459 કિસ્સા નોંધાયા છે, જેમાંથી 884 કિસ્સામાં એફઆઈઆર કરવામાં આવી છે. હાલ વાહનોનું ઉત્સર્જન, ફટાકડા અને પરાળીના ધુમાડાના ત્રિવેણી સંગમથી દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
