તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
કોરોનાવાયરસના નવા અને ઝડપથી ફેલાતા 'PJ.2.1' વેરિયન્ટે દસ્તક દીધી: વૈજ્ઞાનિકોએ અનૌપચારિક રીતે 'સિકાડા' નામ આપ્યું
મે 2026માં કેનેડામાં નોંધાયો હતો અને હવે તે અમેરિકા, યુરોપ તથા એશિયાના કેટલાક ભાગો સહિત કુલ 8 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે

નવી દિલ્હી :વિશ્વભરમાં કોરોનાવાયરસના એક નવા અને ઝડપથી ફેલાતા 'PJ.2.1' વેરિયન્ટે દસ્તક દીધી છે, જેને વૈજ્ઞાનિકોએ અનૌપચારિક રીતે 'સિકાડા' નામ આપ્યું છે. સૌથી પહેલા આ નવો વાયરસ મે 2026માં કેનેડામાં નોંધાયો હતો અને હવે તે અમેરિકા, યુરોપ તથા એશિયાના કેટલાક ભાગો સહિત કુલ 8 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. જોકે, રાહતની વાત એ છે કે નિષ્ણાતોના મતે આ નવો વાયરસ વધુ ઘાતક નથી અને તેનો ફેલાવો અત્યંત ઝડપી હોવાની પણ પુષ્ટિ થઈ નથી, જેથી ડરવાને બદલે માત્ર સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. વર્તમાન સ્થિતિ મુજબ ભારતમાં આ નવા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી, છતાં આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
