<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ભારતીય સેનાના જવાનો અને અધિકારીઓ માટે નવી ગાઇડલાઇન :ફેસબુક-સ્નેપચેટ સહિત 87 એપ્લિકેશનના ઉપયોગ પર પ્રતિબંધ

રાષ્ટ્રીય સુરક્ષા અને સંવેદનશીલ માહિતીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય :સુરક્ષા એજન્સીઓએ ડિજિટલ પ્લેટફોર્મની તપાસ અને અજાણ્યા સભ્યોને દૂર કરવાની સૂચના આપી

નવી દિલ્હી :ભારતીય સેનાએ પોતાના જવાનો અને અધિકારીઓ માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને સંવેદનશીલ માહિતીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેસબુક, સ્નેપચેટ, ટ્રુકોલર સહિત કુલ 87 મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ યાદીમાં સોશિયલ નેટવર્કિંગ, મેસેજિંગ, ઓનલાઈન શોપિંગ, ગેમિંગ, ડેટિંગ અને વીડિયો સ્ટ્રીમિંગ સહિતની વિવિધ કેટેગરીની એપ્લિકેશનનો સમાવેશ થાય છે. સેનાના આ નિર્ણય પાછળ સંવેદનશીલ માહિતી લીક થવાની આશંકા મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.

   તાજેતરમાં પાકિસ્તાન સ્થિત ગુપ્તચર એજન્ટો દ્વારા સંરક્ષણ અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ સાથે જોડાયેલા 13થી 14 વોટ્સએપ ગ્રુપમાં ઘૂસણખોરી કરવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી હતી. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓએ ડિજિટલ પ્લેટફોર્મની તપાસ અને અજાણ્યા સભ્યોને દૂર કરવાની સૂચના આપી છે. સેનાની આ નવી માર્ગદર્શિકાનો હેતુ જવાનોની ડિજિટલ સુરક્ષા મજબૂત બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી માહિતીનો દુરુપયોગ અટકાવવાનો છે.

 

(1:01 PM IST)