તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
એવિએશન સેક્ટરમાં નવો ઇતિહાસ: અમીરાત એરલાઇન્સે હવે ફ્લાઇટ બુકિંગ માટે 'ક્રિપ્ટોકરન્સી' સ્વીકારવાની કરી જાહેરાત!
Crypto.com સાથે ભાગીદારી કરીને શરૂ કરી આધુનિક સુવિધા: UAE ના રહીશો હવે વેબસાઇટ અને મોબાઇલ એપથી બિટકોઇન તેમજ અન્ય ડિજિટલ સંપત્તિ દ્વારા બુક કરી શકશે ફ્લાઇટ ટિકિટ; દુબઈના 'D33' કેશલેસ મિશનને મળશે બળ

દુબઈ : વૈશ્વિક વિમાન સેવા ક્ષેત્રે અગ્રણી અમીરાત એરલાઇન્સ (Emirates Airlines) એ ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક પગલું ભર્યું છે. અમીરાતે હવે તેની તમામ ફ્લાઇટ બુકિંગ માટે પેમેન્ટ ઓપ્શન તરીકે ક્રિપ્ટોકરન્સી સ્વીકારવાનું અધિકૃત રીતે શરૂ કરી દીધું છે. આ માટે કંપનીએ જાણીતા ક્રિપ્ટો પ્લેટફોર્મ Crypto.com Pay સાથે જોડાણ કર્યું છે.
આ સુવિધા શરૂ થવાથી યુએઈ (UAE) ના રહેવાસીઓ હવે તેમની ડિજિટલ એસેટ્સનો ઉપયોગ કરીને અમીરાતની વેબસાઇટ કે મોબાઇલ એપ્લિકેશન પરથી ફ્લાઇટ ટિકિટો બુક કરી શકશે.
કઈ રીતે કામ કરશે આ ક્રિપ્ટો પેમેન્ટ સિસ્ટમ?
આ સુવિધા હાલમાં UAE દિરહામ (AED) માં સેટલ થતા બુકિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગ્રાહકો ખૂબ જ સરળતાથી બે રીતે ચૂકવણી કરી શકશે:
· અમીરાત એપ (Emirates App) દ્વારા: ચેકઆઉટ સમયે 'Crypto.com Pay' વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ ગ્રાહક Crypto.com એપ પર રીડાયરેક્ટ થશે, જ્યાંથી વોલેટ પેમેન્ટ કન્ફર્મ કરતા જ તુરંત ઈ-ટિકિટ જનરેટ થઈ જશે.
· વેબસાઇટ (Website) દ્વારા: બુકિંગ પેજ પર જનરેટ થતા QR કોડને Crypto.com એપથી સ્કેન કરીને મંજૂરી આપતા જ ચુકવણી પૂરી થઈ જશે.
યુવા પ્રવાસીઓ અને ડિજિટલ પેઢીને આકર્ષવાનો હેતુ
અમીરાતના ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને ચીફ કોમર્શિયલ ઓફિસર અદનાન કાઝિમે જણાવ્યું હતું કે, "આ સુવિધાનો મુખ્ય હેતુ ગ્રાહકોને પેમેન્ટ માટે વધુ વિકલ્પો પૂરા પાડવાનો છે. આજની નવી યુવા પેઢી તેમના નાણાકીય વ્યવહારો અને મુસાફરીનું પ્લાનિંગ મુખ્યત્વે સ્માર્ટફોનથી કરે છે. અમે એરલાઇન તરીકે આ બદલાતી તકનીકો સાથે કદમ મિલાવવા કટિબદ્ધ છીએ."
Crypto.com ના પ્રેસિડેન્ટ એરિક ઓકોમે આ ભાગીદારીને સીમાચિહ્નરૂપ ગણાવીને એવિએશન સેક્ટરમાં ડિજિટલ કરન્સીના સ્વીકારને આવકાર્યો હતો.
દુબઈની 'D33 કેશલેસ ઇકોનોમી' વ્યૂહરચનાનો ભાગ
આ નવો ફેરફાર દુબઈ સરકારના મહત્વાકાંક્ષી 'D33 આર્થિક એજન્ડા' નો એક ભાગ છે. આ વ્યૂહરચના હેઠળ વર્ષ ૨૦૨૬ ના અંત સુધીમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના ૯૦% થી વધુ નાણાકીય વ્યવહારોને સંપૂર્ણપણે ડિજિટલ અને કેશલેસ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
