તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
જામનગરના 'વનતારા'નું મોટું કદમ: પારદર્શિતા અને સંરક્ષણ માટે સ્વતંત્ર ગવર્નિંગ કાઉન્સિલની જાહેરાત; સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને વૈશ્વિક નિષ્ણાતો સંભાળશે સુકાન
CITESના પૂર્વ સેક્રેટરી જનરલ જોન સ્કેનલોન ચેરમેન બન્યા; ભારતના પૂર્વ જજ કૃષ્ણા મુરારી સહિત વન્યજીવ ક્ષેત્રના દિગ્ગજો કાઉન્સિલમાં સામેલ

જામનગર: જામનગરમાં અનંત અંબાણીના નેતૃત્વ હેઠળ કાર્યરત વૈશ્વિક કક્ષાના વન્યજીવ રેસ્ક્યૂ, રિહેબિલિટેશન અને કન્ઝર્વેશન સેન્ટર 'વનતારા' દ્વારા પોતાની કામગીરીમાં વધુ પારદર્શિતા, ઉચ્ચ નૈતિક ધોરણો અને વૈશ્વિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે એક નવી 'સ્વતંત્ર ગવર્નિંગ કાઉન્સિલ' (Independent Governing Council) ની જાહેરાત કરવામાં આવી છે. આ કાઉન્સિલ વનતારાના વન્યજીવ સંરક્ષણ, રેસ્ક્યૂ અભિયાન અને કાયદાકીય અનુપાલન (Compliance) સંબંધિત તમામ નિર્ણયોનું સ્વતંત્ર નિરીક્ષણ કરશે.
આ નવી રચાયેલી ઉચ્ચસ્તરીય કાઉન્સિલનું અધ્યક્ષપદ (Chair) 'સાઇટ્સ' (CITES) ના પૂર્વ સેક્રેટરી જનરલ અને જાણીતા પર્યાવરણવિદ્ જોન ઈ. સ્કેનલોન (John E. Scanlon) સંભાળશે. જ્યારે અન્ય મુખ્ય સભ્યોમાં ભારતીય સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ કૃષ્ણા મુરારી, એસોસિએશન ઓફ ઝૂઝ એન્ડ એક્વેરિયમ્સ (AZA) ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ક્રેગ હૂવર, કર્ણાટકના પૂર્વ ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન સુભાષ કે. મલખેડે અને આંતરરાષ્ટ્રીય વન્યજીવ નિષ્ણાત ગ્રેટા એફ. ઇઓરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારતના પ્રખ્યાત એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. કુશળ કોંવાર શર્મા બિન-મતદાન એક્સ-ઓફિશિયો સભ્ય તરીકે સેવા આપશે.
વનતારાના મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે કાઉન્સિલના તમામ સભ્યો પોતપોતાની વ્યક્તિગત ક્ષમતામાં સ્વતંત્ર રીતે કામ કરશે અને વનતારાનો કોઈ પણ કર્મચારી આ કાઉન્સિલમાં મતદાનનો અધિકાર ધરાવશે નહીં. આ નિર્ણયથી વનતારાના સંરક્ષણ કાર્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરના નિયમોના પાલનને નવી દિશા મળશે.
કાઉન્સિલના ચેરમેન જોન સ્કેનલોને જણાવ્યું હતું કે, "વનતારાના ભવિષ્યના વિઝનને નિર્ધારિત કરવામાં અને તેની રોજિંદી કામગીરીમાં ઉચ્ચતમ ધોરણો અમલી બનાવવામાં આ ગવર્નિંગ કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે. ભારત અને વૈશ્વિક સ્તરના શ્રેષ્ઠ અનુભવીઓની આ ટીમ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે સકારાત્મક અને ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ છે."
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
