તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
૨૦૨૯ પહેલાં દેશનો નવો રાજકીય નકશો તૈયાર! લોકસભા બેઠકોના સીમાંકન માટે મોદી સરકારનો 'માસ્ટર પ્લાન'
૧૯૭૧ની વસ્તી ગણતરીના આધારે ચાલતા જૂના ગણિતનો અંત લાવવાની તૈયારી : ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યો વચ્ચે રાજકીય સંતુલન જાળવવા ટીએમસી અને ડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો સાથે કેન્દ્રની ગુપ્ત વાર્તા શરૂ

નવી દિલ્હી: ભારતીય રાજકારણના ઈતિહાસમાં આગામી ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલાં એક અભૂતપૂર્વ અને દૂરોગામી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. કેન્દ્રની મોદી સરકાર દેશના સંસદીય મતવિસ્તારોનું પુનઃનિર્માણ એટલે કે સીમાંકન કરવા માટે યુદ્ધના ધોરણે સક્રિય થઈ ગઈ છે. સરકારી સૂત્રોના હવાલાથી જાણવા મળ્યા મુજબ, દાયકાઓ જૂની ચૂંટણી પ્રક્રિયાને બદલવા માટે સરકાર સંસદમાં એક નવું ઐતિહાસિક બિલ લાવવાની ગંભીરતાથી વિચારણા કરી રહી છે. હાલમાં દેશમાં લોકસભાની ૫૪૩ બેઠકોની ફાળવણી વર્ષ ૧૯૭૧ની વસ્તી ગણતરીના ડેટા પર આધારિત છે, જેને વર્તમાન વસ્તીના વાસ્તવિક આંકડાઓ સાથે જોડીને સંસદનો આખો ચહેરો મોહક રીતે બદલવાનો આ માસ્ટર પ્લાન છે.
આ સંવેદનશીલ મુદ્દો દેશની અખંડિતતા અને રાજકીય સંતુલનને અસર કરતો હોવાથી, સરકારે કોઈપણ પ્રકારના ટકરાવ વગર સંસદમાં બિલ પસાર કરાવવા માટે પ્રાદેશિક પક્ષો સાથે આડકતરી રીતે સર્વસંમતિ સાધવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. વિપક્ષી છાવણીના મજબૂત પક્ષો જેવા કે તમિલનાડુના ડીએમકે (DMK) અને પશ્ચિમ બંગાળના ટીએમસી (TMC) સહિતના પ્રાદેશિક પક્ષો સાથે કેન્દ્રના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓએ પ્રારંભિક વાતચીત શરૂ કરી દીધી છે. સરકારનો ઉદ્દેશ્ય કાયદો બનાવતા પહેલા તમામ મુખ્ય પક્ષોને વિશ્વાસમાં લેવાનો છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ મોટો રાજકીય વિવાદ ઊભો ન થાય અને પ્રારંભિક ચર્ચાઓ પણ તદ્દન સકારાત્મક રહી હોવાનું બહાર આવ્યું છે.
જોકે, આ સમગ્ર પ્રક્રિયામાં કેન્દ્ર સરકાર સામે સૌથી મોટો પડકાર દેશના ભૌગોલિક અને વસ્તી વિષયક વિભાજનને સાચવવાનો છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોએ છેલ્લા કેટલાક દાયકાઓમાં વસ્તી નિયંત્રણના સરકારી મિશનને સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે, જેના કારણે તેમને ડર છે કે નવી ફોર્મ્યુલા મુજબ સંસદમાં તેમની બેઠકો ઘટી જશે અને ઉત્તર ભારતના રાજ્યો (જ્યાં વસ્તી ઝડપથી વધી છે) તેમનો રાજકીય પ્રભાવ વધારી દેશે. આ ચિંતાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર એક એવી ન્યાયી ફોર્મ્યુલા અને માળખું તૈયાર કરી રહી છે, જે વસ્તી નિયંત્રિત કરનારા રાજ્યોના હિતોનું પણ રક્ષણ કરે અને લોકશાહીના સમાન પ્રતિનિધિત્વના સિદ્ધાંતને પણ જાળવી રાખે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
