<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

ઈરાન-અમેરિકા યુદ્ધમાં નવો ખુલાસો: ઈરાને ચીની જાસૂસી ઉપગ્રહનો ગુપ્ત રીતે ઉપયોગ કર્યો: મધ્ય પૂર્વમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવા ઈરાનને ચીન તરફથી મળી હતી સેટેલાઈટ મદદ

તાજેતરના યુદ્ધ દરમિયાન ઈરાને અમેરિકન મથકો પર હુમલો કરવા માટે ચીનના જાસૂસી સેટેલાઈટની મદદ લીધી હોવાનો ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલમાં મોટો દાવો

તાજેતરના યુદ્ધ દરમિયાન ઈરાને અમેરિકન મથકો પર હુમલો કરવા માટે ચીનના જાસૂસી સેટેલાઈટની મદદ લીધી હોવાનો ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલમાં મોટો દાવો કરવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, તાજેતરમાં થયેલા યુદ્ધમાં ઈરાને ગુપ્ત રીતે ચીની જાસૂસી ઉપગ્રહનો ઉપયોગ કર્યો હતો. આ ઉપગ્રહની મદદથી ઈરાનની સેનાને એક નવી અને ઘાતક ક્ષમતા મળી હતી, જેના થકી તેઓ મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને ચોકસાઈપૂર્વક નિશાન બનાવી શક્યા હતા. 

ચીનના આ જાસૂસી ઉપગ્રહના ડેટાનો ઉપયોગ કરીને ઈરાને યુએસ બેઝ પર નજર રાખી હતી. આ ખુલાસા બાદ સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે કે આડકતરી રીતે ચીને ઈરાનને સૈન્ય મદદ પૂરી પાડી હોવાથી ભવિષ્યમાં વૈશ્વિક કૂટનીતિ પર તેની વ્યાપક અસરો જોવા મળી શકે છે.

(1:11 AM IST)