<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ઉત્તર ભારતમાં ઠંડીનો નવો રાઉન્ડ: ૨૩-૨૪ નવેમ્બરથી પારો ૧૦ ડિગ્રીથી નીચે સરકવાની શક્યતા

​ઉત્તર-પશ્ચિમી પવનો સક્રિય થતાં રાત્રિ અને સવારના સમયે ઠંડીનું જોર વધશે; જોકે, આકરી ઠંડી માટે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી રાહ જોવી પડશે

 નવી દિલ્હી : ​ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં શિયાળાએ ધીમે-ધીમે પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે અને આવતા સપ્તાહથી ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વર્તમાન હવામાન અંદાજ મુજબ, ૨૩-૨૪ નવેમ્બરથી ઉત્તર-પશ્ચિમી પવનો ફરી એકવાર સક્રિય થઈ શકે છે, જેના પ્રભાવથી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે જઈ શકે છે.

​તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો શક્ય

હવામાન વિભાગના તાજેતરના અંદાજ પ્રમાણે, આવતા સપ્તાહની શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમી ઠંડા પવનો પાછા ફરવાથી ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની પ્રદેશોમાં રાત્રિના તાપમાનમાં હાલના સ્તર કરતાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. આ ફેરફારને કારણે વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે. પાટનગર દિલ્હીમાં પણ આગામી મંગળવાર કે બુધવાર સુધીમાં આ સિઝનમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે સરકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

​કયા વિસ્તારમાં કેટલું રહેશે લઘુત્તમ તાપમાન?

આગામી સપ્તાહ દરમિયાન વિવિધ રાજ્યો અને વિસ્તારોમાં સંભવિત લઘુત્તમ તાપમાનનો અંદાજ નીચે મુજબ છે:

(4:59 PM IST)