તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
ઓસ્ટ્રેલિયાના ઇ-વિઝા માટે ભારતીય અરજદારો માટે બાયોમેટ્રિક્સ ફરજિયાત બનાવતો નવો નિયમ લાગુ : ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ સબમિટ કરવો પડશે
ઓસ્ટ્રેલિયાના માઇગ્રેશન એક્ટ ૧૯૫૮ની કલમ ૨૫૭એ અંતર્ગત બાયોમેટ્રિક રિક્વેસ્ટ ઇમેઇલ મળ્યાના ૧૪ કેલેન્ડર દિવસમાં અધિકૃત VFS ગ્લોબલ સેન્ટરની મુલાકાત લેવાની રહેશે (ન્યૂઝફર્સ્ટ)

મુંબઈ (ન્યૂઝફર્સ્ટ) : ઓસ્ટ્રેલિયાના ઇ-વિઝા મેળવવા ઈચ્છતા ભારતીય અરજદારો માટે એક મહત્વનો નવો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના અંતર્ગત હવે બાયોમેટ્રિક્સ આપવું અનિવાર્ય કરવામાં આવ્યું છે.
આ નવા નિયમ મુજબ, જે અરજદારોએ બાયોમેટ્રિક્સ પ્રદાન કરવાની આવશ્યકતા હોય તેમણે પોતાની આંગળીના છાપ (ફિંગરપ્રિન્ટ્સ) તેમજ પોતાના ચહેરા અને ખભાનો સ્પષ્ટ ફોટોગ્રાફ ફરજિયાતપણે સબમિટ કરવાનો રહેશે. અરજદારોએ બાયોમેટ્રિક રિક્વેસ્ટ ઇમેઇલ પ્રાપ્ત થયાના ૧૪ કેલેન્ડર દિવસની અંદર અધિકૃત ઓસ્ટ્રેલિયન બાયોમેટ્રિક્સ કલેક્શન સેન્ટર પર હાજર રહેવાનું રહેશે.
આ પ્રક્રિયા માટે બાયોમેટ્રિક્સ ડેટા માત્ર અધિકૃત વીજએફએસ ગ્લોબલ (VFS Global) કેન્દ્રોના અધિકૃત સ્ટાફ દ્વારા જ એકત્રિત કરવામાં આવશે. કોઈપણ અરજદાર દ્વારા જાતે સબમિટ કરવામાં આવેલા ફિંગરપ્રિન્ટ્સ કે ફોટોગ્રાફ્સ માન્ય રાખવામાં આવશે નહીં અને સ્વીકારવામાં આવશે નહીં.
આ નવા નિયમ અને આવશ્યકતા પાછળ ઓસ્ટ્રેલિયાના માઇગ્રેશન એક્ટ ૧૯૫૮ (Migration Act 1958) ની કલમ ૨૫૭એ (Section 257A) ને કાનૂની આધાર તરીકે ટાંકવામાં આવી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
