News of Friday, 27th November 2026
સીમાંકન બિલ પર ગણિતમાં નવો વળાંક! : 3 સાંસદો બહાર રહેતા NDA હાલ 4 મત પાછળ : સંખ્યાબળની રમત વધુ કપરી બની
લોકસભામાં 540 કાર્યરત સભ્યો અને 3 બેઠકો ખાલી : અમૃતપાલ સિંહ અને એન્જિનિયર રાશિદ કસ્ટડીમાં તથા કલ્યાણ બેનરજી સસ્પેન્ડ રહેતા મતદાન યોગ્ય સભ્યો 537 થાય તો બે-તૃતીયાંશ બહુમતીનો આંક 358 રહે : એનડીએના અંદાજિત 354 મત સામે ડીએમકે, એનસીપી (એસપી) અને વાયએસઆર કોંગ્રેસનો ટેકો મહત્વપૂર્ણ (ન્યૂઝફર્સ્ટ)

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ) : સીમાંકન બિલને લઈને સંસદના સંખ્યાબળના સમીકરણમાં નવો વળાંક આવ્યો છે અને 3 સાંસદો બહાર રહેવાની સ્થિતિમાં NDA સરકાર હાલ જરૂરી બહુમતીથી 4 મત પાછળ રહેતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. હાલ લોકસભામાં 540 કાર્યરત સભ્યો છે, જ્યારે 3 બેઠકો ખાલી પડેલી છે. આ પરિસ્થિતિને કારણે સરકાર માટે સંખ્યાબળ એકત્ર કરવાની રમત વધુ કપરી બની ગઈ છે.
મળતી વિગતો અનુસાર, કસ્ટડીમાં રહેલા અમૃતપાલ સિંહ અને એન્જિનિયર રાશિદને જો ગૃહની કાર્યવાહીમાં હાજર રહેવાની મંજૂરી ન મળે તો તેઓ મતદાનથી વંચિત રહી શકે છે. આ ઉપરાંત ચોમાસુ સત્ર હજુ સુધી સત્રાંત થયું ન હોવાથી ટીએમસીના સાંસદ કલ્યાણ બેનરજી સસ્પેન્શન હેઠળ છે. જો આ ત્રણેય સાંસદો મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકે તેમ ન રહે તો મતદાન કરવા માટે યોગ્ય સભ્યોની સંખ્યા ઘટીને 537 થઈ જશે અને તેના આધારે બે-તૃતીયાંશ બહુમતીનો આંકડો 358 મત પર આવી જશે.
બીજી તરફ, એનડીએનું અંદાજિત સમર્થન 354 મતનું હોવાનું મનાય છે, જેના કારણે સરકાર જરૂરી બહુમતીના આંકડાથી 4 મત ઓછી પડે છે. આ સંજોગોમાં એનડીએના અંદાજિત સંખ્યાબળની સાથે ડીએમકે, એનસીપી (એસપી) અને વાયએસઆર કોંગ્રેસનો ટેકો સરકારના ગણિત માટે અત્યંત નિર્ણાયક બની રહેશે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
