હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક: ફ્લાઈટમાં ઉદ્ધવ ઠાકરે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, સંજય રાઉત અને આદિત્ય ઠાકરે એકસાથે જોવા મળ્યા
રાજકીય વિરોધીઓ હોવા છતાં, તેઓ એક જ પ્લેનમાં મુસાફરી :ઉદ્ધવ ઠાકરે પોતાની રેલી માટે, જ્યારે ફડણવીસ પોતાના વતન જઈ રહ્યા હતા. આ ઘટનાએ અનેક તર્ક-વિતર્ક સર્જ્યા

મહારાષ્ટ્રના રાજકારણમાં એક રસપ્રદ વીડિયો સામે આવ્યો છે. જ્યાં એકબીજાના કટ્ટર વિરોધી ગણાતા નેતાઓ એક જ પ્લેનમાં સાથે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. મુંબઈથી નાગપુર જતી ફ્લાઈટમાં શિવસેના UBTના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પ્રવાસ કરી રહ્યા હતા.
આ મુસાફરી દરમિયાન રસપ્રદ વાત એ હતી કે, સંજય રાઉત મુખ્યમંત્રી ફડણવીસની બરાબર પાછળની સીટ પર બેઠા હતા, જ્યારે આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરેની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા. માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરે બાગી સાંસદોના વિસ્તારમાં યોજાનારી પોતાની રેલી માટે નાગપુર જઈ રહ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વીકેન્ડ પર પોતાના વતન નાગપુર જઈ રહ્યા હતા.
લોકસભા સાંસદોના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની સંસદીય તાકાત ઓછી થઈ છે. આ દરમિયાન થોડા દિવસો પહેલા જ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયેલા સંજય દિના પાટીલ પર પત્રકારોને ધમકી આપવા અને પ્રદર્શનકારીઓ પર બોમ્બ ફેંકવા જેવી વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે.
આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા વિધાયક આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ બાબતે કોઈ પગલાં લે છે કે નહીં. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો તેમણે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડવી જોઈએ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
