<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ખાલિસ્તાની નેતા પન્નૂ હત્યાના કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને ન્યૂયોર્કની અદાલતે ફટકારી 19 વર્ષની કેદ

આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણમાં સજા થતાં હવે આ મામલે નવો વળાંક આવ્યો

અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના કાવતરા કેસમાં અમેરિકાની એક અદાલતે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો છે. ન્યૂયોર્કની અદાલતે આ પ્રકરણે નિખિલ ગુપ્તાને 19 વર્ષની જેલની સજા ફટકારી છે. અગાઉ સુનાવણી દરમિયાન નિખિલ ગુપ્તાએ અદાલતમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. અમેરિકાના ફરિયાદી પક્ષ દ્વારા આ કેસમાં કડક કાર્યવાહીની માંગણી કરતા ગુપ્તા માટે 24 વર્ષની કેદની સજા ફટકારવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર કેસ અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કની અદાલતે તેને 19 વર્ષની સજાનો આદેશ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણમાં સજા થતાં હવે આ મામલે નવો વળાંક આવ્યો છે.

(1:06 AM IST)