<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

હિંદુ મંદિરોને લક્ષ્ય બનાવવા સામે ન્‍યુયોર્ક મેયર મામદાનીની નારાજગી

મારાં પરિવારે મને હિંદુત્‍વના સૌંદર્ય અને શાણપણની કદરદાની શીખવી છે

ન્‍યુયોર્ક,તા.૧૯: ન્‍યુયોર્કના મેયર ઝોહરાન મામદાનિએ અમેરિકામાં તાજેતરના મહિનાઓમાં હિદુ મંદિરોને લક્ષ્ય બનાવી એને નુકસાન પહોંચાડવાની તથા રાજકીય પ્રચાર  ઝુંબેશોમાં વધુ રહેલી નફરતની વૃત્તિઓ સામે હતાશા વ્‍યક્‍ત કરી છે. એમણે પ્રજાજનોને વિભાજક રાજકારણને જાકારો આપી ભેદભાવ સામે એકસંપ થઈ ખડા રહેવાનો અનુરોધ કર્યો છે.

મામદાનીએ મંગળવારે યોજેલા દીપોત્‍સવ ઉજવણીના કાર્યક્રમમાં આમ જણાવીને ઉમેર્યુ કે છેલ્‍લા એક વર્ષથી હિદુ મંદિરોને લક્ષ્ય બનાવી એને નુકસાન પહોંચાડાય છે. વળી, અમેરિકી સમવાયી સરકારની ઉચ્‍ચસ્‍તરીય નેતાગીરીએ પણ શીખોને નિશાન બનાવ્‍યા છે.

અગાઉ, સમાજમાં જેનો મર્યાદિત પગપેસારો હતો એ નફરતની લાગણી, હવે રાજકીય પ્રચાર ઝુંબેશના કાર્યક્રમમાં કેન્‍દ્રસ્‍થાને આવી ગઈ છે.

નફરતની વૃત્તિના ફેલાવાથી ભય ચાહેવોશિગ્‍ટનમાં કેવોશિગ્‍ટનમાં પ્રસરેકેિ પ્રસરેકેદિલ્‍હીમાં, આપણે આ વિશ્વમાં અંધકાર પાથરતા રાજકારણને ફગાવી દેવાનું છે, એમ મેયરે ઉમેર્યું.

મેયર મામદાનીએ જેમની ઓળખ સામે પ્રશ્નાર્થ ખડો કરાયો છે એવા જૂથને સંબોધતા કહ્યું કે જેમને પોતાના દેશમાં પાછા જવાનું જણાવાયું છે એ લોકોને મારે કહેવાનું છે કે તમે અહીં (અમેરિકામાં) તમારા ઘરમાં જછો એમ માનજો.

મારાં પરિવારે મને હિદુત્‍વના સૌંદર્ય અને શાણપણની કદર કરવાનું શીખવ્‍યું છે, એમ એમણે કહ્યું.

(10:23 AM IST)