તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ન્યુઝીલેન્ડનાં માઉન્ટ રુપેહુ આર્કષણનું કેન્દ્ર

(ધમેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા.૨:ન્યુઝીલેન્ડ નાં ઓકલેન્ડ શહેર થી ૩૫૦ કિલોમીટર દૂર આવેલું માઉન્ટ રુપેહુ બર્ફીલા પહાડો આવેલા છે અને માઉન્ટ રુપેહુ જે ન્યુઝીલેન્ડ નો સક્રિય જવાળામુખી છે અને માઉન્ટ રુપેહુ ની ઉંચાઇ ૨૭૯૭ મીટરની છે અને ૯૧૭૬ ફટ જેટલી છે અને તે ૨૫૦,૦૦૦ વર્ષ કરતા વધારે જુનો છે અને આ બરફના પહાડો પર ક્રેટર લીંક નામનું ગરમ પાણી નું તળાવ આવેલું છે અને ખુબ જ ગરમ પાણી હોય છે અને તેમા ચોખા ની પોટલી રાખો તો બફાય જાય અને એકદમ ચોખ્ખું પાણી હોય છે અને વાતાવરણ ને લીધે પાણી નો રંગ બદલે છે અને આ માઉન્ટ રુપેહુ માં ૧૯૯૫/૯૬ માં જ્વાળામુખી માં વિસ્ફોટ થયો હતો માઉન્ટ રુપેહુ બરફના પહાડોમાં ઉંચાઇ પર હજારો ્રવાસીઓ ઊમટી પડે છે અને ખાસ કરીને આ બર્ફીલા પહાડો માં જવા માટે વર્ષ માં જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં બરફ વર્ષા ન થાય અને રસ્તો ખુલ્લો થાય છે.
જેથી દેશ વિદેશના પ્રવાસીઓને માઉન્ટ રુપેહુ આકર્ષણનું કેન્દ્ર છે અને બર્ફીલા પહાડો પર સ્લાઈડીગ માટે હજારો લોકો આવે છે અને ખાસ કરીને બર્ફીલા પહાડો અતી વિસાળ છે અને સીધો છે જેથી વધુ લોકો અને બાળકો બરફમાં સ્કી કરવા આવે છે અને બરફ માં સ્કી કરતા જોવાનો અનેરો ઉત્સાહ છે અને બરફના પહાડો પર જવા માટે રોપ વે સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. માઉન્ટ રુપેહુ નો ઇતિહાસ ભૌગોલીક ઉત્ક્રાન્તિ અને માઓરી સંસ્કળતિની માન્યતાઓ અને વિનાશક જ્વાળામુખી વિસ્ફોટો સાથે જોડાયેલ છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
