News of Sunday, 5th July 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી રાઉન્ડની શાંતિ વાર્તા ઇસ્લામાબાદમાં યોજાશે :મહત્વના મુદ્દે સહમતીની શક્યતા
બેઠકમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ, તેના પર લાગેલા આર્થિક પ્રતિબંધોમાં રાહ અને વિદેશોમાં ફ્રીઝ કરાયેલી ઈરાની સંપત્તિને મુક્ત કરવા જેવા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. હાલમાં જ બંને દેશો વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરાર બાદ, આગામી તબક્કાની બેઠક ક્યાં યોજાશે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. આ બેઠક વૈશ્વિક રાજકારણ અને આર્થિક પ્રતિબંધોની દ્રષ્ટિએ ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી રાઉન્ડની શાંતિ વાર્તા પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અથવા સ્વિટ્ઝર્લેન્ડના બર્ગનસ્ટોક રિસોર્ટમાં યોજાય તેવી પ્રબળ શક્યતા છે, જેમાં ઇસ્લામાબાદની સંભાવના સૌથી વધુ છે. પશ્ચિમ એશિયામાં શાંતિ બહાલ કરવા માટે 18 જૂનના રોજ બંને દેશોએ એક મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કર્યા હતા, જેને 'ઇસ્લામાબાદ સમજૂતી જ્ઞાપન' તરીકે ઓળખવામાં આવે છે. આ કરાર હેઠળ બંને પક્ષોને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને સંબંધિત મુદ્દાઓ પર વ્યાપક સમજૂતી કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
અગાઉ 21 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતામાં ટેકનિકલ સ્તરની વાતચીત થઈ ચૂકી છે. હાલમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના રાજકીય અંતિમ સંસ્કારના કાર્યક્રમોને કારણે આ વાર્તા કામચલાઉ ધોરણ સ્થગિત રખાઈ છે, જે હવે 11 જુલાઈએ ફરી શરૂ થવાની સંભાવના છે. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં મુખ્યત્વે ઈરાનના પરમાણુ કાર્યક્રમ, તેના પર લાગેલા આર્થિક પ્રતિબંધોમાં રાહ અને વિદેશોમાં ફ્રીઝ કરાયેલી ઈરાની સંપત્તિને મુક્ત કરવા જેવા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉની પરોક્ષ વાતચીતને ઘણી સકારાત્મક ગણાવી છે, જ્યારે ઈરાને પણ અબજો ડોલરની સંપત્તિ મુક્ત થવાના સંકેત આપ્યા છે
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
