તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
છત્તીસગઢના બાલોદમાં NH-30 પર કાળનો પંજો: મૌર્ય ઘાટ પાસે ઘઉં ભરેલો ટ્રક ડીજે વાહન પર કાળ બનીને ત્રાટક્યો, ૬ લોકોના દર્દનાક મોત!
અતિભારે વરસાદ અને ભૂસ્ખલન વચ્ચે સર્જાયો કરૂણ અકસ્માત; ટક્કર એટલી ભીષણ હતી કે ટ્રક ડીજે વાહનને દૂર સુધી ઢસડી ગયો, ૫ ગંભીર રીતે ઘાયલ

રાયપુર, તા.૨૫: છત્તીસગઢના બાલોદ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૦ (NH-30) પર શુક્રવારે સવારે ૧૧:૩૦ વાગ્યે એક અત્યંત હૃદયકાંપક માર્ગ અકસ્માત સર્જાયો છે. માર્કટોલા ઘાટ પાસે અતિભારે વરસાદ અને મુશળધાર વાતાવરણ વચ્ચે ઘઉંની ગુણોથી ભરેલો એક પૂરપાટ ઝડપે આવતો ટ્રક રસ્તાની બાજુમાં ઉભેલા ડીજે/ધૂમલ વાહન સાથે ભયાનક રીતે અથડાયો હતો. આ કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં ડીજે વાહનમાં સવાર ૬ લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી ભીષણ હતી કે ટ્રક ડીજે વાહનને કેટલાય મીટર સુધી રોડ પર ઘસડી ગયો હતો. અકસ્માત બાદ એક વ્યક્તિ ટ્રકના વ્હીલ નીચે કચડાઈને ફસાઈ ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે કરુણ ચીસાચીસ અને ભયંકર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભૂસ્ખલન અને વરસાદ વચ્ચે રાહત કામગીરીમાં અવરોધ
માર્કટોલા ઘાટ વિસ્તારમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક પહેલાથી જ ખોરવાયેલો હતો. તેવામાં આ અકસ્માત સર્જાતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત બચાવ ટુકડીઓ સ્થળ પર દોડી ગઈ હતી.
પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. ક્રેનની મદદથી ફસાયેલા વાહનોને દૂર કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
