તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
જેલોમાં મહિલા કેદીઓના અધિકારો મુદ્દે NHRCની લાલ આંખઃ ગુજરાત સહિત તમામ રાજ્યોને ૨ મહિનામાં રિપોર્ટ આપવા આદેશ
દેશની જેલોમાં મહિલા કેદીઓ અને તેમની સાથે રહેતા બાળકોના માનવ અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું

નવી દિલ્હી,તા.૨૯: દેશની જેલોમાં મહિલા કેદીઓ અને તેમની સાથે રહેતા બાળકોના માનવ અધિકારોનું રક્ષણ સુનિヘતિ કરવા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આયોગે ગુજરાત સહિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૦ મુદ્દાની એડવાઈઝરી મોકલી છે. તેમાં મહિલા કેદીઓ માટે સુરક્ષિત વાતાવરણ, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, બાળકોની સંભાળ અને કાનૂની સહાય જેવી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
દેશની જેલોમાં મહિલા કેદીઓ અને તેમની સાથે રહેતા બાળકોના માનવ અધિકારોનું રક્ષણ સુનિヘતિ કરવા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આયોગે ગુજરાત સહિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૦ મુદ્દાની એડવાઈઝરી મોકલી છે. તેમાં મહિલા કેદીઓ માટે સુરક્ષિત વાતાવરણ, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, બાળકોની સંભાળ અને કાનૂની સહાય જેવી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આયોગે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો (DGP)ને માર્ગદર્શિકાનું પાલન કરવા તેમજ ૨ મહિનામાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
NHRCની આ પહેલનો મુખ્ય હેતુ જેલોમાં મહિલા કેદીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માનવ અધિકારોનું રક્ષણ કરવાનો છે. આયોગે જેલમાં પ્રવેશ પહેલાંની પ્રક્રિયા, ધરપકડ અને કેદી તરીકે નોંધણીથી લઈને જરૂરી દસ્તાવેજો જાળવવા સુધીની કામગીરીમાં સુધારા સૂચવ્યા છે. ખાસ કરીને મહિલા કેદીઓ અને તેમની સાથે રહેતાં બાળકોની માહિતી યોગ્ય રીતે નોંધાય તથા તેમની જરૂરિયાતો મુજબ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સુનિヘતિ કરવા જણાવાયું છે. આ ઉપરાંત, મહિલા કેદીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ્ય તબીબી સારવાર, માનસિક સ્વાસ્થ્ય સેવાઓ, સ્વચ્છતા અને રહેવાની સારી વ્યવસ્થા ઊભી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
જેલમાં માતા સાથે રહેતાં બાળકો તેમજ માતાથી અલગ રહેતાં બાળકોના હિતોનું રક્ષણ કરવા પણ આયોગે ખાસ ધ્યાન દોર્યું છે. બાળકોને જરૂરી સંભાળ અને સુવિધાઓ મળે તે માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની ભલામણ કરવામાં આવી છે. મહિલા કેદીઓને પરિવારના સભ્યો સાથે સંપર્ક જાળવવા, મુલાકાત લેવા અને સંવાદ સાધવા માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી પણ જરૂરી ગણાવવામાં આવી છે. આ ઉપરાંત, કેદીઓને કાનૂની સહાય મળી રહે અને ન્યાય મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે જેલ વહીવટીતંત્રને જરૂરી પગલાં લેવા સૂચવાયું છે. કોર્ટમાં રજૂઆત દરમિયાન મહિલા કેદીઓ માટે તેમની જરૂરિયાતોને અનુરૂપ સુવિધાઓ અને કલ્યાણકારી વ્યવસ્થા ઊભી કરવા પણ ભાર મૂકવામાં આવ્યો છે.
આયોગની ૧૦ મુદ્દાની એડવાઈઝરીમાં મહિલા કેદીઓના પુનર્વસન, જેલમાંથી મુક્તિ બાદ સામાજિક જીવનમાં પુનઃસ્થાપન અને વિદેશી નાગરિક મહિલા કેદીઓ માટે વિશેષ પ્રક્રિયાઓનો પણ સમાવેશ થાય છે. આયોગે સંબંધિત વિભાગોને આ ભલામણોનો અમલ કરવા અને કરેલી કાર્યવાહીનો અહેવાલ નિર્ધારિત સમયમર્યાદામાં રજૂ કરવા જણાવ્યું છે. આ માર્ગદર્શિકા દ્વારા જેલ વ્યવસ્થામાં મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ વિકસાવવા અને તેમના બાળકોના હિતોનું રક્ષણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. હવે ગુજરાત સહિત તમામ રાજ્યોમાં સંબંધિત તંત્ર દ્વારા આ સૂચનાઓના અમલ માટે લેવામાં આવતા પગલાં મહત્વપૂર્ણ રહેશે
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
