<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

પતિને મારી પત્‍નીએ બાથરુમમાં લાશ દાટી દીધીઃ પ્‍લાસ્‍ટર કરી નાખ્‍યું

આગરામાં દ્રશ્‍યમ જેવી કહાનીઃ ૪૫ દિ બાદ લાશ મળીઃ દેશમાં સોનમ રધુવંશી અને સિયા બાદ હવે ઉત્તર પ્રદેશના આગ્રાના બાથરૂમ મર્ડરનો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો

આગરા તા.૪: ઉત્તર પ્રદેશના આગરામાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. આગરાના સિકંદરા સ્‍થિત પ્રાચી ટાવર ચોકીની રુનકતા ધામ કોલોનીની આ ઘટના છે. હકીકતમાં જોઈએ તો, ૧૮ મેના રોજ મૃતક સુરેન્‍દ્રની પત્‍ની રુબી પોલીસ સ્‍ટેશને પહોંચી પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્‍ત્‍ય્‍ નોંધી સુરેન્‍દ્રને શોધવામાં લાગી ગઈ. આ દરમ્‍યાન રાત-દિવસ પત્‍ની રુબી નાટકીય અંદાજમાં પોલીસ સાથે પતિને શોધવાના નાટક કરતી. લગભગ ૪૫ દિવસ પસાર થયા બાદ જ્‍યારે પરિવારે પત્‍ની રુબી સાથે પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. એસીપી હરીપર્વતે જણાવ્‍યું કે રુબીએ કબૂલ કર્યું છે કે તેણે પતિની હત્‍યા કરી લાશને બાથરુમમાં દફનાવી ઉપરથી પ્‍લાસ્‍ટર કરી નાખ્‍યું છે.

આ ઘટનાની જાણકારી મળતા પરિવાર પોલીસ પાસે પહોંચ્‍યો અને જ્‍યારે બાથરુમમાં પ્‍લાસ્‍ટર તોડી ખોદકામ કર્યું તો તેમાંથી સુરેન્‍દ્રની લાશ મળી. ત્‍યાર બાદ આરોપી રુબીને પોલીસે પોતાની કસ્‍ટડીમાં લીધી. સુરેન્‍દ્રની લાશનું પોસ્‍ટમોર્ટમ અને ફોરેન્‍સિક તપાસ માટે મોકલી દીધી છે. પત્‍ની રુબીએ ખતરનાક ઘટનાને કેમ અંજામ આપ્‍યો અને શું રુબી ઉપરાંત અન્‍ય કોઈને આ ઘટનાનામાં હાથ છે કે નહીં, પોલીસ તેની પણ તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આ સમગ્ર મામલે પર્દાફાશ કરવામાં આવશે.

મૃતક સુરેન્‍દ્રના પાડોશી બાબુલાલે જણાવ્‍યું કે જેની હત્‍યા થઈ છે, તે છોકરો આમ તો સ્‍વભાવે સારો હતો, તેમણે કહ્યું કે, તે સાંજના સમયે દરરોજ દારુ પીતો હતો. દારુના કારણે બંને પતિ-પત્‍નીમાં હંમેશા ઝઘડા થતાં હતા અને ઘણી વાર તો વિવાદ રોડ સુધી આવી જતો હતો. પણ કોઈ પણ પાડોશી વચ્‍ચે બોલતા નહોતા. પાડોશી બાબૂલાલે જણાવ્‍યું કે, ઘણી વાર ઝઘડો આપોઆપ શાંત થઈ જતો, પણ ક્‍યારેય મારપીટની નોબત નથી આવી.

તેમણે કહ્યું કે, કોઈ પણ પાડોશી એવો અંદાજ નથી લગાવી શકતા કે આ ઘટના આટલી મોટી થઈ શકે છે. બાબૂલાલે કહ્યું કે, બપોરે જ્‍યારે પોલીસ આવી, ત્‍યારે ઘટનાની જાણકારી થઈ કે તેમના પાડોસી રુબીએ પતિ સુરેન્‍દ્રની હત્‍યા કરી તેને ઘરમાં જ દફનાવી દીધો છે. સવારે આ ઘટનાની આખા વિસ્‍તારમાં ચર્ચા થવા લાગી.

મૃતક સુરેન્‍દ્રની પત્‍ની રુબી પોતાના મકાનમાં રહીને મહિલાઓના કપડાં સીવવાનું કામ કરતી હતી. પાડોશી બાબૂલાલે અને તેમની પત્‍નીએ જણાવ્‍યું કે, તેમની પાડોશી રુબી તેમના અને આજુબાજુના લોકોના સૂટ અને સલવાર વગેરે સીવી પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેમણે કહ્યું કે, તેના હાથમાં કળા હતી અને તેના હાથે સીવેલા કપડાં આજુબાજુમાં ખૂબ જ ફેમસ હતા. સ્‍થાનિક લોકો રુબી પાસે જ પોતાના કપડાં સીવડાવતા હતા. પણ કોઈએ નહોતું વિચાર્યું કે રુબી આટલી મોટી ઘટનાને અંજામ આપી શકે છે.(૩૮.૬)

(9:39 AM IST)