તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ક્રિકેટ જગતના ભીષ્મ પિતામહ નિરંજનભાઈ શાહ અને બીસીસીઆઇના જયદેવ શાહ ‘અકિલા’ના આંગણેઃ ગણાત્રા પરિવાર સાથે વાગોળ્યા જૂના સંસ્મરણો
સૌરાષ્ટ્રના ક્રિકેટને વૈશ્વિક ફલક પર પહોંચાડનાર પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહનું ‘અકિલા'ના મોભી કિરીટભાઈ ગણાત્રા અને અકિલાના તંત્રી અજિતભાઈ ગણાત્રા દ્વારા ભાવભીનું સ્વાગત કિરીટભાઇ ગણાત્રા સાથેની વાતચીતમાં નિરંજનભાઇ શાહ અને જયદેવ શાહે સૌરાષ્ટ્ર-ક્રિકેટ એસોસીએશનની સિધ્ધીઓ અને ભવિષ્યના ડેવલપમેન્ટ પ્લાન અંગે કરી વિસ્તૃત ચર્ચાઓઃ પડધરી પાસેના સણોસરા ગામમાં ફર્સ્ટ કલાસ રણજી ટ્રોફી મેચો રમાઇ તે માટે ૩ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાયાઃ દરેક જીલ્લામાંથી ઉગતા ક્રિકેટરોને બહાર લાવવાનું અભિયાનઃ SCAના સેક્રેટરી હિમાંશુ શાહ અને સુરુભાઈ દોશીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

રાજકોટઃ સૌરાષ્ટ્ર-ગુજરાત માં ક્રિકેટ જગતમાં મોટું નામ અને ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્ર ક્રિકેટને આગળ લાવવામાં સિહફાળો આપનાર એવા શ્રી નિરંજનભાઈ શાહ અકિલાના આંગણે આવ્યા હતા. તેઓનું અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજિતભાઈ ગણાત્રા દ્વારા ભાવભીનું સ્વાગત કર્યું હતું. કિરીટભાઈ ગણાત્રા અને અજિતભાઈ ગણાત્રા સાથે નિરંજનભાઈ શાહનો પારિવારિક નાતો હોય આ તકે જુના સંમસમરનો યાદ કરાયા હતા. આ પ્રસંગે પૂર્વ ક્રિકેટર અને સૌરાષ્ટ્રની રણજી ટીમના સફળ કેપટન તથા હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ શ્રી જયદેવભાઈ શાહ તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી શ્રી હીમાંશુભાઈ શાહ અને શ્રી સુરુભાઈ દોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.
કિરીટભાઇ ગણાત્રા સાથેની વાતચીતમાં નિરંજનભાઇ શાહ અને જયદેવ શાહે સૌરાષ્ટ્ર-ક્રિકેટ એસોસીએશનની સિધ્ધીઓ અને આગામી સમયમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના રોડ મેપ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. તેમણે જણાવેલ કે, દરેક ડિસ્ટ્રિક્ટના માળખાકિય સુવિધા, ક્રિકેટ ગ્રાઉન્ડ, આધુનિક પેવેલીયન, ખેલાડીયો માટે મોડર્ન ડ્રેસિંગ રૂમ, વગેરે ઉભા કરી રહ્યું છે, જે BCCI ના હાલમાં જ નવનિયુક્ત એપેક્ષ કાઉન્સીલ મેમ્બર એવા શ્રી જયદેવ શાહના વિજિનથી પોરબંદર ખાતે આધુનિક પેવેલીયન, સુરેન્દ્રનગર ખાતે મોડર્ન સુવિધા સાથેનું પેવેલીયન, પ્રેકટીસ વિકેટસ, હરીયાળુ ક્રિકેટ મેદાન પૂર્ણતાને આરે છે.
આ ઉપરાંત, પડધરી પાસે આવેલ સણોસરા ગામ મા 1st ક્લાસ, રણજી ટ્રોફી રમાઈ તે માટે ના ૩ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ તૈયાર કરાયા છે અને તેમાં પણ નિયમિત ડિસ્ટ્રિક્ટ, તથા રણજી મેચો રમાઈ છે જે સૌરાષ્ટ્રના ઉગતા ક્રિકેટરો માટે મોટી દેન છે. ખંઢેરી ખાતે ના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમા પણ world class ક્રિકેટ મેચો યોજાઈ છે, અને ટેસ્ટ મેચ, વન-ડે અને T20 ઇન્ટરનેશનલ મે્ચો રમવાની BCCI, અને ICC ની માન્યતા ધરાવે છે. ટેસ્ટ મેચનો દરરજો મળવો તે સૌરાષ્ટ્ર માટે ખૂબ જ ગૌરવની વાત છે.
આ ઉપરાંત, ફીઝીયો, ટ્રેનર લેવલ ૧ થી લેવલ ૩ સુધીના કવોલીીફાઇડ કોચ પણ રણજી ટીમ, અને અન્ડર- ૧૪, અન્ડર- ૧૯, તથા અન્ડર- ૨૩, માટે માર્ગદર્શન આપી ખેલાડીયો તૈયાર કરી ઇન્ડીયા ટીમ મા પસંદગી પામે છે, જે સૌરાષ્ટ ક્રિકેટ એસોસિશનના વિઝનને આભારી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ ના ભીષ્મપિતા એવા નિરંજન શાહની ઘણા વર્ષોની મહેનત અને વિઝનને આગળ ધપાવવાનું કામ જયદેવ શાહ ( જે ૧૧૦ થી વધારે રણજી મે્ચો રમ્યા છે અને રણજી કેપ્ટન રહ્યા છે ) તે કરી રહ્યા છે, જેને પરિણામે સૌરાષ્ટ રણજી ટ્રોફી ૨ વખત ચેમ્પિયન બન્યું છે, ટી-ર૦ મુસ્તાક અલી ટ્રોફીમા પણ ગયા વર્ષે રનર્સ અપ રહયું છે.ં અન્ડર૨૩ ની સૌરાષ્ટ્રની ટીમ પણ નેશનલ લેવલે ચેમ્પિયન રહી ચુકી છે. હાલમા જ ઇન્ડીયા અન્ડર- ૧૯ ટીમમાં કચ્છનો યુવા ક્રિકેટર હર્બન્સસિંઘ વર્લ્ડ કપ રમી આવ્યો છે.
સૌરાષ્ટ્ર પ્રેીમિયર T20 ક્રિકેટ league ( SPL) પણ સૌરાષ્ટ્ર ના જ યુવા ક્રિકેટરો માટે ખૂબ જ મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેમાં થી IPL માટે પણ ઉજળી તકો ઉભી થાઈ છે. હાલ મા જ સૌરાષ્ટ્ર માંથી T20 મે્ચો મા સારો દેખાવ કરી દ્વારકા ડિસ્ટ્રિક્ટ નો યુવા ક્રિકેટર રુચિત આહીર મુંબઈ ઇન્ડિયન્સમાં IPL મા પસંદગી પામ્યો છે, જે બાબત પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની અનેક સિધ્ધીઓમાંની એક સિધ્ધી છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૪.૯)
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
