<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

વર્લ્‍ડ પ્રીમિયરમાં નિસાન TEKTON લોન્‍ચ : એક અનોખી એસયુવી

રાજકોટ તા. ૧૦ : નિસાન મોટર ઈન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડે (એનએમઆઈપીએલ) આજે ભારતમાં યોજાયેલા વર્લ્‍ડ પ્રીમિયર દરમિયાન નવી નિસાન TEKTON લોન્‍ચ કરી હતી. વ્‍૨૮૦ રેન્‍જની પ્રારંભિક કિંમત રૂ. ૧૪.૯૯ લાખથી શરૂ થાય છે, જ્‍યારે ટી૧૬૦ રેન્‍જની કિંમત રૂ.૧૦.૪૯ લાખથી શરૂ થાય છે. કંપનીની નવી પ્રોડક્‍ટ વ્‍યૂહરચનામાં આ લોન્‍ચ એક મહત્‍વપૂર્ણ સીમાચિホ છે. આ પ્રીમિયમ સી-એસયુવી તેના સેગમેન્‍ટમાં એકમાત્ર એવી એસયુવી છે, જેમાં તમામ વેરિઅન્‍ટમાં ૧૦૦ ટકા ટર્બોચાર્જ્‍ડ એન્‍જિન આપવામાં આવ્‍યા છે. ઉપરાંત તેમાં ૨૮૦એનએમ ટર્બો પરફોર્મન્‍સ, ગૂગલ બિલ્‍ટ-ઇન કનેક્‍ટિવિટી અને સેગમેન્‍ટમાં અગ્રણી ૭૦૦ લિટરની બૂટ સ્‍પેસ જેવી અનેક શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવી છે.

TEKTON દ્વારા નિસાન ભારતીય બજારના સૌથી ઝડપથી વિકસતા અને અત્‍યંત સ્‍પર્ધાત્‍મક એસયુવી સેગમેન્‍ટમાં પોતાની એસયુવી પરંપરાને નવી ઓળખ સાથે રજૂ કરી રહી છે. આ મોડલનું ઉત્‍પાદન ચેન્નઈ પ્‍લાન્‍ટમાં કરવામાં આવશે અને તેને કંપનીની ‘વન કાર, વન વર્લ્‍ડ' ફિલોસોફી હેઠળ વિકસાવવામાં આવ્‍યું છે.

વર્લ્‍ડ પ્રીમિયર પ્રસંગે નિસાનના ચીફ પરફોર્મન્‍સ ઓફિસર ગુઈલૉમ કાર્ટિયરે જણાવ્‍યું હતું કે, અમે ભારતમાં નિસાનને પહેલા કરતા વધુ મજબૂત અને વધુ સ્‍પર્ધાત્‍મક બનાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ. નવી નિસાન TEKTONનું વર્લ્‍ડ પ્રીમિયર અમારા એ સંકલ્‍પને દર્શાવે છે જેમાં વૈશ્વિક સ્‍તરની પ્રોડક્‍ટ ક્ષમતાને સ્‍થાનિક ગ્રાહકોની જરૂરિયાતો સાથે સફળતાપૂર્વક જોડવામાં આવી રહી છે.

નિસાનના એએમઆઈઈઓ રિજનના ચેરપર્સન મેસિમિલિયાનો મેસિનાએ જણાવ્‍યું હતું કે, ભારત નિસાનના વિવિધ દેશો અને વિસ્‍તારોમાં નિસાનના વિકાસને નવો વેગ આપી રહ્યું છે. TEKTON અમારી ‘વન કાર, વન વર્લ્‍ડ'વિચારધારાનું ઉત્તમ ઉદાહરણ છે. 

(2:06 PM IST)