<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

કોઈ પુખ્‍ત યુવતીને માતા-પિતાના ઘરે જ રહેવા ફરજ પાડી શકાય નહીં

પુખ્‍ત યુવતીને રહેવા, ભણવા, પરણવા બાબતે સ્‍વાધિકાર : ૧૦ વર્ષ મોટા પિતરાઈ સાથે પરણાવવા ઈચ્‍છતા મા-બાપનું ઘર છોડીને આવેલી યુવતીની તરફેણમાં બોમ્‍બે હાઈકોર્ટનો આદેશ

મુંબઈ,તા.૮: કોઈ સત્તાવાળા કોઈ પુખ્‍ત વયની મહિલાને તેને મરજી વિરુદ્ધ માતા પિતાના ઘરે પાછા જવાની ફરજ પાડી શકે નહિ તેમ બોમ્‍બે હાઈકોર્ટે જણાવ્‍યું છે. હાઈકોર્ટે જણાવ્‍યું છે કે એક પુખ્‍ત વયની મહિલા પોતે ક્‍યાં રહેવું તે ન તે નક્કી કરવાનો સ્‍વ  અધિકાર ધરાવે છે. અદાલતે તેલંગણા પોલીસને અરજદાર ૨૧ વર્ષીય યુવતી સામે કોઈ કડક પગલાં નહિ લેવા તાકીદ કરી છે.

મહિલાએ કહ્યું હતું કે તેણે સ્‍વેચ્‍છાએ માતાપિતાનું ઘર જૂન ૨૦૨૬માં છોડયું હતું કારણ કે તેને પોતાનાથી દસ વર્ષ મોટા કઝીન સાથે હતા. તેનું પરિવાર રુઢિચુસ્‍ત અને પ્રણાલિકાગત હતું. તેને ડીગ્રી લેવા સુધી ભણવા દેવાઈ ન હતી અથવા નોકરી કરવાની છૂટ નહીં હતી તેવો તેણે આક્ષેપ કર્યો હતો. તેને માનસિક ત્રાસ પણ આપવામાં આવ્‍યો હતો તેવો દાવો તેણે કર્યો હતો. પરિવારથી મળતી ધમકીઓ અને હેરાનગતિ સામે રક્ષણ આપવા તેણે હાઇકોર્ટને વિનંતી કરી હતી.

બોમ્‍બે હાઇકોર્ટના કાર્યકારી ચીફ જાસ્‍ટિસ રવીન્‍દ્ર ધૂગે અને જાસ્‍ટિસ ગૌતમ અનખડની ડિવિઝન બેન્‍ચે કહ્યું કે આ બાબતો અંગત પસંદગીની છે અને ભારતના બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળના પ્રાપ્ત અધિકારોનો હિસ્‍સો છે. પોલીસ દ્વારા મહિલાને પરાણે તેના માતાપિતાના ઘરે રહેવા જવાની ફરજ ન પાડી શકાય. તેને ક્‍યાં રહેવું, શું ભણવુ, કોની સાથે પરણવું તે નક્કી કરવાના તમામ અધિકાર છે.

મહિલા એક સમાજસેવી સંસ્‍થા સાથે કામ કરે છે અને મુંબઇમાં પેઇંગ ગેસ્‍ટ તરીકે રહે છે તેવુ અવલોકન હાઈકોર્ટે કર્યું હતું. તે જ્‍યારે બે મહિનાની વયની હતી ત્‍યારે તેને દત્તક લેવામાં આવી હતી તેવું પીટિશનમાં કહેવામાં આવ્‍યું છે. તેને તેની ઇચ્‍છા વિરુદ્ધ લગ્ન કરવા દબાણ નહીં કરવામાં ઉચ્‍ચ અભ્‍યાસ એફિડેવિટ મહિલાની માતાએ રજૂ કર્યું રોકવામાં નહીં આવે તેવું હતું. અરજદારે કોર્ટને કહ્યું હતું કે તેની ઘરે  જવાની ઇચ્‍છા નથી. અદાલતે તેલંગણા પોલીસને આ માતાપિતાએ કરેલી ફરિયાદને પણ બંધ યુવતી લાપતા બની હોવાની કરવા જણાવ્‍યું હતું.

 

(9:56 AM IST)