<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

અગ્રણી માર્ટ અને ક્‍વિક કોમર્સ એપ્‍સ દ્વારા ૫ કિલોથી વધારે ખાંડ નહીં અપાય

એક મહિનામાં ખાંડની કિમતમાં ૩૫% ઉછાળાની રીટેલ બજારમાં અસર : સંગ્રહાખોરી અને કાળા બજાર અટકાવી દરેક ગ્રાહકને જથ્‍થો ઉપલબ્‍ધ કરાવવા કવાયત

નવી દિલ્‍હી,તા.૨૮: એક જ મહિનામાં ખાંડની છૂટક કિમતમાં ૩૫ ટકાના તોતિગ વધારાની અસર મોટા વેપારીઓ પર પણ પડી છે. દેશના અગ્રણી રીટેલ માર્ટ ચેઈન્‍સ તથા ક્‍વિક કોમર્સ એપ્‍સ દ્વારા ગ્રાહકોને એક સમયે પાંચ કિલોથી વધુ ખાંડ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. તહેવારોની મોસમ શરૂ થવાના સમયે ખાંડની સપ્‍લાયમાં ઘટાડા અને કિમતમાં ઉછાળા વચ્‍ચે દરેક ગ્રાહકને ખાંડનો જથ્‍થો ઉપલબ્‍ધ કરાવવા આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

ગ્રાહક બાબતોના વિભાગના જણાવ્‍યા મુજબ, ૨૬ ઓગસ્‍ટે દેશમાં ખાંડની સરેરાશ છૂટક કિમત રૂ.૬૫.૦૫ થઈ હતી. એક મહિના પહેલા એટલે કે ૨૬ જુલાઈએ ખાંડની કિમત રૂ.૪૮ પ્રતિ કિગ્રા હતી. માત્ર ૩૦ દિવસમાં ખોડની કિતમાં ૩૫ ટકા ઉછાળો આવ્‍યો છે. ઓફલાઈન માર્કેટમાં ડીમાર્ટ અને રિલાયન્‍સ રીટેલ જેવા સુપર માર્કેટ્‍સ દ્વારા ગ્રાહક દીઠ બેથી ત્રણ કિલો ખાંડની મર્યાદા નક્કી કરી છે. સંગ્રહાખોરીને રોક્‍વા અને દરેક ગ્રાહકને જરૂરિયાત મુજબનો સ્‍ટોક ઉપલબ્‍ધ કરાવવા આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. જથ્‍થાબંધ બજારમાં ખાંડના ભાવ રૂ. ૪૫ પ્રતિ કિગ્રાથી વધીને રૂ.૬૦.૩૬ થઈ ગયા છે. સરકારના સત્તાવાર આંકડા મુજબ, ૨૦ જુલાઈથી ૨૦ ઓગસ્‍ટ દરમિયાન ખાંડની કિમતોમાં ૧૬ ટકા વૃદ્ધિ થઈ છે. ઓગસ્‍ટના છેલ્‍લા દિવસો દરમિયાન ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્‍યો છે. આજે રક્ષાબંધન છે અને ત્‍યારબાદ ગણેશોત્‍સવ, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. જેથી ઓક્‍ટોબર મહિના સુધી ખાંડની ખપત વધવાની છે. આ સ્‍થિતિમાં ખાંડનીસપ્‍લાય બાબતે ચિતા વધી છે.

સિઝનની શરૂઆતમાં દેશમાં ૫૦ લાખ ટન ખાંડનો ઓપનિગ સ્‍ટોક હતો. સપ્‍ટેમ્‍બર સુધીમાં આ જથ્‍થો ૩૫ લાખ ટન થવાની શક્‍યતા છે. કેન્‍દ્ર સરકારે ભાવ અને પુરવઠાના નિયંત્રણ માટે ૧૦ લાખ ટન ખાંડની આયાતને મંજૂરી આપેલી છે અને ખાંડની આયાતને ટેક્‍સ ફ્રી જાહેર કરી છે. આ સાથે ખાંડની સંગ્રહાખોરી અને સટ્ટાબાજી વ્રમવા ચુસ્‍ત પગલાં લેવાયા છે.

ઉત્‍પાદન-વપરાશ વચ્‍ચેના નજીવા અંતરે ચિંતા વધારી

ઈન્‍ડિયન શુગર એન્‍ડ બાયો-એનર્જી મેન્‍યુફેકચરર્સ એસોસિએશન દ્વારા ઈથેનોલ બ્‍લેન્‍ડિંગ પછી માર્કેટિગ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ખાંડનું ઉત્‍પાદન ૨૭૯ લાખ ટન રહેવાનો અંદાજ રખાયો છે. દેશમાં ખાંડની વાર્ષિક ખપત ૨૮૦ લાખ ટન છે. એટલે કે ઉત્‍પાદન અને ખપત વચ્‍ચે બહુ ઓછું અંતર રહેવાની શક્‍યતા છે

(10:15 AM IST)