<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

માત્ર પ્રતિષ્‍ઠાના દમ પર જ કોઇ ટીમને કોચ નહીં કરી શકાયઃ ગૌતમ ગંભીર સામે સવાલઃ ઉઠાવતા અભિષેક મનુ સિંધવી

હર્ષીત રાણાને વારંવાર તક આપવા પાછળ શું કારણઃ ઇંગ્‍લેન્‍ડ સામે હાર બાદ ઉકળી ઉઠ્યા કોંગ્રેસ નેતા

નવી દિલ્‍હીઃ કૉંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અભિષેક મનુસિંઘવીએ ભારતીય ક્રિકેટ ટીમનાં પ્રદર્શન અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે.

તેમનું નિવેદન ભારતની ઇંગ્લૅન્ડ સામેની બીજી ટી20 મૅચ હાર્યા બાદ આવ્યું હતું. બંને ટીમો વચ્ચેની પહેલી મૅચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. આ પહેલાં ભારતીય ટીમ આયર્લૅન્ડ સામે ટી20 સિરીઝ 2-0થી હારી હતી.

અભિષેક મનુસિંઘવીએ ઍક્સ પર લખ્યું, "ગૌતમ ગંભીરના કોચ રહેતા ભારતીય ક્રિકેટ ટીમ મૅચની સાથે-સાથે પોતાની દિશા પણ ખોઈ રહી હોય તેવું નજરે પડી રહ્યું છે. ઇંગ્લૅન્ડ સામે મળેલી હાર ફરી એક વખત યાદ અપાવે છે કે માત્ર પ્રતિષ્ઠાના દમ પર જ કોઈ ટીમને કોચ નહીં કરી શકાય."

તેમણે લખ્યું, "એક સવાલ સતત ઊભો છે, આખરે હર્ષિત રાણાએ ટીમને એવું તો શું આપી રહ્યા છે કે તેમને વારંવાર તક મળી રહી છે? જવાબદારીને વૈકલ્પિક નહીં બનાવી શકાય."

(3:20 PM IST)