તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
કોઈ વોટ ચોરી નથી થયો, પરંતુ રાહુલ ગાંધીની બુદ્ધિ ચોરાઈ ગઇ :મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પલટવાર કર્યો
SIR મુદ્દે ફડણવીસે જણાવ્યું કે, ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને સાબિત કરી દીધું છે કે પંચના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે છે

નાગપુરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. દેવેન્દ્ર ફડણવીસે નિશાન સાધતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ જેવી બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવીને લોકોના મનમાં અવિશ્વાસ અને અરાજકતા પેદા કરવા માંગે છે. ફડણવીસે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી માત્ર બંધારણ બતાવે છે, પરંતુ તેમની કામ કરવાની પદ્ધતિ આખી વ્યવસ્થાને કમ્યુનિસ્ટ મોડેલ તરફ લઈ જવાની છે.
ચૂંટણી પંચમાં કથિત મતભેદો અને SIR મુદ્દે ફડણવીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને સાબિત કરી દીધું છે કે પંચના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીનું ઉદાહરણ આપતા તેમણે સવાલ કર્યો કે જો એસઆઈઆર પ્રક્રિયાથી વિપક્ષી મતદારોના નામ હટાવવામાં આવ્યા હતા, તો પછી TMCએ બેઠકો પર કેવી રીતે જીતી ગઈ? દરેક રાજકીય પક્ષને બૂથ લેવલ એજન્ટ (BLA) નીમવાનો અધિકાર છે, છતાં વિપક્ષ ખોટા આક્ષેપો કરી રહ્યો છે.
રાહુલ ગાંધીના 'વોટ ચોરી'ના આરોપ પર વળતો પ્રહાર કરતા CM દેવેન્દ્ર ફડણવીસે કટાક્ષ કર્યો હતો કે કોઈ વોટ ચોરી નથી થયો, પરંતુ રાહુલ ગાંધીની બુદ્ધિ ચોરાઈ ગઇ છે. તેમણે વડાપ્રધાનને વિનંતી કરી કે રાહુલ ગાંધીનું મગજ પાછું લાવવા માટે એક કમિટી બનાવવી જોઈએ, જેથી તેઓ દેશહિતમાં સાચી વાતો બોલી શકે. ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું કે જૂઠની ઉંમર ખૂબ ટૂંકી હોય છે અને કોઈ પણ જૂઠ સત્યને દબાવી શકતું નથી.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
