News of Friday, 27th November 2026
યોગી નહીં તો યુપી નહીં: ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભરપૂર પ્રશંસા
યોગી આદિત્યનાથ હિન્દુત્વનો અગ્રણી ચહેરો હોવાનું સંજય રાઉતનું નિવેદનઃ ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીપદની ચર્ચા બની ગરમાગરમ

મુંબઈ, તા.૨૭: ઉદ્ધવ ઠાકરેના નેતળત્વ હેઠળની શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ખુલ્લેઆમ પ્રશંસા કરતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
સંજય રાઉતે જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથ હિન્દુત્વનો એક મોટો ચહેરો છે. યોગી નહીં હોય તો ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બનવી મુશ્કેલ હોવાનું સૂચવતું નિવેદન પણ તેમણે આપ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપના મુખ્યમંત્રીપદના ચહેરા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાઉતનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે યોગી આદિત્યનાથના નેતળત્વ અને પોતાની રાજકીય ભૂમિકા અંગેના આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી.
વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના મહત્વના નેતા ગણાતા સંજય રાઉતના આ નિવેદનને રાજકીય રીતે સૂચક માનવામાં આવે છે. જોકે તેમના નિવેદનનો અર્થ શિવસેના દ્વારા ભાજપને ચૂંટણીમાં સમર્થન આપવાની જાહેરાત થતી નથી.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
