<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

દેશમાં હાઇ-સ્પીડ રેલવે નેટવર્કને વેગ આપવા 'નોર્થ કોરિડોર બુલેટ ટ્રેન' પરિયોજનને માડી સરકારની મંજૂરી : દિલ્હીથી આગ્રા માત્ર ૫૯ મિનિટમાં થઈ શકશે પ્રવાસ

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત, દિલ્હીથી ઉત્તર-પૂર્વ ભારતનું અંતર ઘટશે : મેક ઇન ઇન્ડિયાના ઉત્પાદનોથી તૈયાર થશે અત્યાધુનિક રેલ પિલર તથા ગર્ડર

નવી દિલ્હી : ભારતમાં ટ્રાન્સપોર્ટેશન અને પરિવહનને ક્રાંતિકારી બનાવતી દિશામાં કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા મહત્વાકાંક્ષી નોર્થ કોરિડોર બુલેટ ટ્રેન પરિયોજનને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી હવે દિલ્હીથી ઉત્તર-પૂર્વ ભારત સુધીની મુસાફરી અત્યંત ઝડપી અને સરળ બની જશે, જેના કારણે લાખો મુસાફરોનો કિંમતી સમય બચી શકશે.

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે આ હાઇ-સ્પીડ રેલ નેટવર્કથી દિલ્હી, આગ્રા, કાનપુર, લખનૌ, વારાણસી, પટના, સિલીગુડી અને ગુવાહાટી જેવા પ્રમુખ શહેરોના નાગરિકોને સીધો લાભ મળશે. નવી યોજના અનુસાર, હવે દિલ્હીથી આગ્રા સુધીનું આંતરરાજ્ય અંતર માત્ર ૫૯ મિનિટમાં જ પૂર્ણ કરી શકાશે. મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગકારોને ધ્યાનમાં રાખીને આ વિઝન તૈયાર કરાયું છે.

આ યોજનાના સમયપત્રક મુજબ દિલ્હીથી કાનપુર પહોંચવામાં ૧ કલાક ૪૫ મિનિટ અને લખનૌ પહોંચવામાં માત્ર ૨ કલાક ૧૨ મિનિટનો સમય લાગશે. એટલું જ નહીં, વારાણસીથી દિલ્હીનું લંબાયેલું અંતર પણ હવે માત્ર ૩ કલાક ૩૫ મિનિટમાં જ કાપી શકાશે. આ હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા મુસાફરોને વિમાન જેવી આધુનિક સગવડો ખુબ જ ઓછા ભાડામાં ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા છે.

આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તેમાં સંપૂર્ણપણે 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) ની પહેલને પ્રાધાન્ય આપવામાં આવશે. ટ્રેન માર્ગના નિર્માણ માટે જરૂરી પિલરથી લઈને ગર્ડર સુધીની તમામ સામગ્રી ભારતમાં જ ભારતીય યુવાનો અને કુશળ વેલ્ડરો દ્વારા તૈયાર કરવામાં આવશે. સરકારના આ ક્રાંતિકારી પગલાથી દેશના આર્થિક વિકાસને પણ નવો વેગ મળશે.

 

(11:26 PM IST)