<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સંસદ ચાલવા નહીં દેવી, ચર્ચાથી ભાગવું, હોબાળો મચાવવો અને બહિષ્કાર કરવો એ કોંગ્રેસની સંસ્કૃતિ બની ગઈ: અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને INDI ગઠબંધન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે સંસદ ચાલવા ન દેવી, ચર્ચાથી ભાગવું, હોબાળો મચાવવો અને બહિષ્કાર કરવો એ કોંગ્રેસની સંસ્કૃતિ બની ગઈ છે. સંસદમાં અવરોધ ઊભો કરીને રસ્તાઓ પર ભીડ એકઠી કરી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવાના આરોપ સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશની જનતા હવે આ ગઠબંધનની સાથે નથી કારણ કે તેમની રેલીઓમાં ૧૦ લાખ લોકોની અપીલ છતાં મેદાન અડધું ખાલી રહે છે અને જનતા હવે તેમના બહેકાવામાં નહીં આવે.

(2:11 PM IST)