News of Wednesday, 23rd September 2026
ધાર્મિક કે અંતરાત્માના કારણસર ‘વંદે માતરમ્’ ન ગાવું આપમેળે ગુનો નહીં : સુપ્રીમ કોર્ટ
કર્ણાટક સંગીતકાર ટી.એમ. કૃષ્ણાએ ગીતના તમામ છ અંતરા ગાવા અંગેના કાયદાકીય પ્રાવધાનને પડકારતી અરજી કરી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ધાર્મિક માન્યતા અથવા અંતરાત્માના આધારે ‘વંદે માતરમ્’ના કેટલાક કે તમામ અંતરા ન ગાનાર વ્યક્તિ સામે માત્ર એટલા કારણસર ફોજદારી કાર્યવાહી ન થવી જોઈએ. કર્ણાટક સંગીતકાર ટી.એમ. કૃષ્ણાએ ગીતના તમામ છ અંતરા ગાવા અંગેના કાયદાકીય પ્રાવધાનને પડકારતી અરજી કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે કેન્દ્ર સરકારને બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગીતમાં ઇરાદાપૂર્વક વિક્ષેપ ઊભો કરવો અને વ્યક્તિગત માન્યતાને કારણે ગીત ન ગાવું—બંને અલગ બાબતો છે. કેસમાં અંતિમ નિર્ણય હજુ આવ્યો નથી.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
