<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ધ્‍યાન રાખજો, વસ્‍તીગણતરી માટે કોઈ ફી કે OTP આપવાની જરૂર નથી

ફ્રોડની શક્‍યતાને ધ્‍યાનમાં લઈને પહેલી મેથી શરૂ થનારી વસ્‍તીગણતરી માટે સરકારની સૂચના

નવી દિલ્‍હી,તા.૨૪: દેશમાં શરૂ થઈ રહેલી વસ્‍તીગણતરીની કામગીરી વિશે રાજ્‍યના સેન્‍સસ અધિકારીઓએ મહત્ત્વની ગાઇડલાઇન્‍સ જાહેર કરી છે. વસ્‍તીગણતરી પ્રક્રિયા માટે લોકોએ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં તેમ જ બેન્‍કની વિગતો, વન ટાઇમ પાસવર્ડ (OTP), આધાર કાર્ડ કે પેન કાર્ડની નકલ આપવાની જરૂર પણ રહેશે નહીં.

રાજ્‍યના અધિકારીઓએ જિલ્‍લા કલેક્‍ટરો અને મ્‍યુનિસિપલ કમિશનરોને આદેશ આપ્‍યો છે કે તેઓ નકલી ગણતરીકારો સામે કડક કાર્યવાહી કરે અને જો કોઈ શંકાસ્‍પદ વ્‍યક્‍તિ આવી વિગતો માગે તો તાત્‍કાલિક પોલીસ-ફરિયાદ નોંધવામાં આવે એની ખાતરી કરે.

વસ્‍તીગણતરીની કામગીરી શરૂ થાય એ પહેલાં જ કેટલાંક રાજ્‍યોમાં છેતરપિડી અને શંકાસ્‍પદ કોલ આવતા હોવાના બનાવ બન્‍યા છે જેને પગલે પ્રશાસન સતર્ક બન્‍યું છે.

વસ્‍તીગણતરીનું સમયપત્રકઃ ૧થી ૧૫ મે : સેલ્‍ફ-ઍન્‍યુમરેશન (નાગરિકો પોતે વિગત ભરી શકે) તબક્કો શરૂ થશે.

૧૬ મેથી ૧૪ જૂન : ઘરે-ઘરે જઈને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં આશરે ૨.૪ લાખ સરકારી કર્મચારીઓ જોડાશે

(10:00 AM IST)