તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 25th April 2026
શકિત વિના કંઈ થતું નથીઃ મોહન ભાગવત વિશ્વના પ્રથમ ભારતદુર્ગા મંદિરનો શિલાન્યાસ

નાગપુર, તા.૨૫: સંઘ પ્રમુખ મોહન ભાગવતે આજે નાગપુરમાં ભારતદુર્ગા મંદિરનો શિલાન્યાસ કર્યો. તેમણે કહ્યું કે શકિત વિના સત્ય પણ સ્થાપિત થઈ શકતું નથી. આ કાર્યક્રમમાં અનેક સંતોએ હાજરી આપી હતી અને ભારતને મજબૂત, આત્મનિર્ભર અને વિશ્વ ગુરુ બનાવવાનો સંદેશ આપ્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં વિશ્વના પ્રથમ ભારતદુર્ગા મંદિરના શિલાન્યાસ સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે અનેક અગ્રણી ધાર્મિક નેતાઓ અને સંતો હાજર રહ્યા હતા, જેમાં ગુરુશરણાનંદ મહારાજ, શ્રી જુના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી, સ્વામી ગોવિંદ દેવગિરી મહારાજ, સ્વામી મિત્રાનંદ મહારાજ, સાધ્વી ઋતંબરા દેવી અને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે પોતાના સંબોધનમાં મોહન ભાગવતે કહ્યું, જો ભારતને ભારતની પૂજા કરવી હોય તો ભારત બનવું પડશે, ભારતને જાણવું પડશે, ભારતનો આદર કરવો પડશે. અંગ્રેજોની ગુલામીમાં ૧૫૦ વર્ષની ગુલામી પછી આપણા મન અને બુદ્ધિ પર પશ્ચિમી લેપ ચડી ગયો છે. આપણે તેને ઉતારીને ત્યાં જવું પડશે. શકિત વિના કંઈ થતું નથી, શકિતની મદદથી વિશ્વમાં સત્યનો પણ પ્રચાર કરવો પડશે. ભારત એક એવો દેશ છે જ્યાં સત્યને તેના મૂળમાં સ્વીકારવામાં આવે છે, શકિતની આવશક્યતા રહેતી નથી. બાકીની દુનિયા જીસકી લાઠી ઉસકી ભેસ માનવા વાળા છે.
માત્ર મંદિર જ નહીં, દરેકે પૂજા કરવી જોઇએ મંદિરના નિર્માણ અંગે તેમણે કહ્યું, મંદિર બંધાઈ ગયું, તેની વ્યવસ્થા પણ કરવામાં આવશે; અહીં રોજ પૂજા-અર્ચના થશે. આપણે પણ આવતા રહીશું. ફકત મંદિરના પૂજારીઓ અને સંચાલકો ભરત દુર્ગાની પૂજા કરે તે પૂરતું નથી. આપણે બધાએ એ આ પૂજા કરવી પડશે, અને પૂજાની પદ્ધતિ અલગ છે. આપણે નિર્ભય રહેવું પડશે. આપણે અત્યારે જોઈએ તો આપણે કહી શકતા નથી કે ભારત વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યું છે. આજે વિશ્વની વર્તમાન સ્થિતિનો વિચાર કરો. જો વિશ્વ ભારતના માર્ગ પર નહીં ચાલે તો ભવિષ્ય શું હશે? સંતોના મુખે જે ઘોષણા થઇ છે ભારત વિશ્વ ગુરુ બનશે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
