News of Tuesday, 14th July 2026
નથિંગ Phone (4b)નું વેચાણ શરૂ

રાજકોટ, તા.૧૪: લંડન સ્થિત કન્ઝ્યુમર ટેકનોલોજી બ્રાન્ડ નથિંગે તેની નવી (b) સિરીઝના પ્રથમ સ્માર્ટફોન Phone (4b) ના વેચાણની શરૂઆતની જાહેરાત કરી છે. નથિંગ ઇકોસિસ્ટમનો અનુભવ કરવા માટે આ સૌથી સરળ અને પોસાય તેવી કિંમતનો સ્માર્ટફોન છે. 8GB+128GB વેરિઅન્ટની અસરકારક કિંમત રૂ. ૨૯,૯૯૯ અને 8GB + 256GB વેરિઅન્ટની અસરકારક કિંમત રૂ.૩૩,૬૯૯થી શરૂ થાય છે. આ કિંમતમાં ૭.૫ ટકા ઇન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ તેમજ એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે. Phone (4b) નું વેચાણ ૧૪ જુલાઈ, ૨૦૨૬થી ફિ્લપકાર્ટ ઉપરાંત ક્રોમા, રિલાયન્સ ડિજિટલ અને વિજય સેલ્સ સહિતના અગ્રણી રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.
Phone (4a) સિરીઝની સફળતા બાદ રજૂ કરાયેલા Phone (4b) માં નથિંગની આગવી ટ્રાન્સપરન્ટ ડિઝાઇન અને ગ્લિફ ઇન્ટરફેસ સાથે શક્તિશાળી તોપડ્રેગન પ્રોસેસર, વર્સેટાઇલ કેમેરા સિસ્ટમ, આકર્ષક AMOLED ડિસ્પ્લે અને Essential AI ટૂલ્સ સાથેનો સંપૂર્ણ નથિંગ ઓએસનો અનુભવ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
