તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
હવે ૪ મહિના ૩૦ પર્વો-પ્રસંગોની રોનક
ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, સપ્ટેમ્બરમાં જન્માષ્ટમી-ગણેશોત્સવ

મુંબઈ,તા.૨૭: હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતી અષાઢી સુદ અગિયારસ એટલે કે દેવપોઢી એકાદશીની શનિવારે શ્રદ્ધા-ભક્તિભાવ સાથે ઉજવણી થઇ હતી. મોટી એકાદશી નિમિત્તે સુરત સહિત રાજ્યભરના વિષ્ણુ મંદિરો, ઈસ્કોન, સ્વામિનારાયણ અને જગન્નાથ મંદિરોમાં વિશેષ પૂજન-અભિષેક તથા શણગારના લ્લશ્યો દેખાયા હતા. બીજી બાજુ દેવપોઢી એકાદશી સાથે હિન્દુ ચાતુર્માસનો આરંભ થયો હોય હવે ચાર મહિનામાં ૩૧ ધાર્મિક પર્વો-પ્રસંગોની રોનક જોવા મળશે.
શાષોક્ત માન્યતા મુજબ દેવપોઢી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં પોઢે છે અને કારતક સુદ અગિયારસે દેવઊઠી એકાદશીના દિવસે જાગૃત થાય છે. આ સાથે ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે. જેને પગલે આગામી ચાર મહિના દરમિયાન વ્રત, ઉપવાસ, જપ-તપ અને ભક્તિ-સાધનાનું વિશેષ મહત્ત્વ રહેશે. પરંપરાગત રીતે લગ્ન, જનોઈ અને વાસ્તુ સહિતના માંગલિક કાર્યો પર વિરામ રહેશે. મંદિરોમાં વહેલી સવારથી વિશેષ અભિષેક, પૂજન, તુલસીપત્ર અર્પણ અને ભવ્ય શણગારના દર્શનની ઝાકમઝોળ શરૂ થઇ ચૂકી છે. અનેક મંદિરોમાં દેવપોઢી એકાદશીથી હિડોળા ઉત્સવનો પણ પ્રારંભ થશે. ચાતુર્માસ દરમિયાન અન્ન, વષ અને છત્ર દાન સહિતના દાન-પુણ્યનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.
અધિકની અસર, તહેવારો આ વર્ષે ૧૯ દિવસ મોડા
ચાલુ વર્ષે ગત મે માસમાં અધિક જેઠ માસ રહ્યો હતો. અધિક માસની અસરને કારણે આ વર્ષે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, દિવાળી સહિતના તમામ તહેવારો ૧૯ દિવસ મોડા આવશે. સામાન્ય પણે અધિક માસ હોય તે વર્ષ પહેલાના તહેવારો વહેલા આવે છે. જ્યારે વચ્ચે અધિક માસ આવે ત્યારપછીના વર્ષના તહેવારો ૧૯ દિવસ મોડા આવે છે. ગત વર્ષે ૯ ઓગસ્ટે રક્ષાબંધન પર્વની ઉજવણી થઇ હતી. આ વર્ષે ૨૮ ઓગસ્ટે રક્ષાબંધન આવશે. તે જ પ્રકારે ગત વર્ષે ૨૭ ઓગસ્ટે ગણેશ ચતુર્થી સામે આ વર્ષે ૧૫ સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી ઉજવાશે.
હિન્દુ ચાતુર્માસમાં પર્વોની ઝાકમઝોળ
પર્વ તારીખ
જયાપાર્વતી વ્રતારંભ ૨૭ જુલાઇ
ગુરુપૂર્ણિમા ૨૯ જુલાઇ
જયાપાર્વતી વ્રત જાગરણ ૩૧ જુલાઇ
દિવાસો જાગરણ ૧૨ ઓગસ્ટ
શ્રાવણ માસ શરૂ ૧૩ ઓગસ્ટ
ફુલડા ત્રીજ ૧૫ ઓગસ્ટ
વ્રત, નાળિયેરી પૂનમ ૨૭ ઓગસ્ટ
રક્ષાબંધન ૨૮ ઓગસ્ટ
બોળ ચોથ, સંકષ્ટ ચતુર્થી ૩૧ ઓગસ્ટ
શીતળા સાતમ ૩ સપ્ટેમ્બર
જન્માષ્ટમી ૪ સપ્ટેમ્બર
કેવડા ત્રીજ ૧૪ સપ્ટેમ્બર
ગણેશ ચતુર્થી ૧૫ સપ્ટેમ્બર
ઋષિ પાંચમ ૧૬ સપ્ટેમ્બર
અનંત ચતુર્દશી ૨૫ સપ્ટેમ્બર
વ્રતની પૂનમ ૨૬ સપ્ટેમ્બર
શ્રાદ્ધ પક્ષ શરૂ ૨૭ સપ્ટેમ્બર
સર્વપિતૃ અમાસ ૧૦ ઓક્ટોબર
નવરાત્રી આરંભ ૧૧ ઓક્ટોબર
વિજયા દશમી ૨૦ ઓક્ટોબર
શરદ પૂર્ણિમા ૨૫ ઓક્ટોબર
ધનતેરસ ૬ નવેમ્બર
કાળી ચૌદશ, દિવાળી ૮ નવેમ્બર
સોમવતી અમાસ ૯ નવેમ્બર
નૂતન વર્ષ ૧૦ નવેમ્બર
ભાઈ બીજ ૧૧ નવેમ્બર
લાભપાંચમ ૧૪ નવેમ્બર
જલારામ જયંતી ૧૬ નવેમ્બર
રંગ અવધૂત જયંતી ૧૯ નવેમ્બર
દેવઊઠી એકાદશી ૨૦ નવેમ્બર
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
