તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
હવે કંપનીઓ તેમની જરૂરિયાત પ્રમાણે ગુડ્સ ટ્રેનના વેગનની ડિઝાઈન કરી શકશે : રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી
હવે દેશમાં ભારતીય રેલવે ડબ્બાને લઈ મોટા ફેરફાર કરવાનો નિર્ણય: નવી વેગન ડિઝાઈન પોલિસી આગામી 15 દિવસમાં જ તૈયાર કરવામાં આવશે

નવી દિલ્હી :દેશમાં મુસાફરી તથા માલસામાનના પરિવહન માટે ભારતીય રેલવે દેશમાં સેંકડો લોકોની પસંગીનું માધ્યમ છે. હવે દેશમાં ભારતીય રેલવે ડબ્બાને લઈ મોટા ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે દેશના રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રેલવે વિભાગના સિનિયર અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી છે. રેલવે મંત્રાલય દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે કંપનીઓ તેમની જરૂરિયાત પ્રમાણે ગુડ્સ ટ્રેનના વેગનની ડિઝાઈન કરી શકે છે. એટલે કે હવે કંપનીઓ જે પ્રકારના વેગન તૈયાર કરવા માગે છે તે પોતાની જરૂરિયાત પ્રમાણે ડિઝાઈન કરી શકે છે. આ માટે રેલવે નવી નીતિ રજૂ કરશે. આ સાથે નવી વેગન ડિઝાઈન પોલિસી આગામી 15 દિવસમાં જ તૈયાર કરવામાં આવશે અને લાગૂ કરવાની પ્રક્રિયાને હાથ ધરવામાં આવશે.
રેલવેની માહિતી પ્રમાણે ઉદ્યોગ જગત, વ્યાપારી સંગઠનો તથા મોટા પ્રમાણમાં માલની હેરાફેરી કરતા કસ્ટમર્સ સાથે વાતચીત થઈ રહી છે. આ બેઠકમાં એવા સૂચનો સામે આવ્યા છે કે કોઈ કંપનીને લોડિંગ, અલોડિંગ અને પરિવહન માટે ખાસ પ્રકારના વેગન મળે તેવા સંજોગોમાં ખર્ચ ઘટી શકે છે અને પરિવહન સેવા વધારે સરળ બની શકશે. આ ઉપરાંત માલ-પરિવાહન માટે રેલવેનો ઉપયોગ વધારી શકાશે. ભારત આશરે 100 ટકા ઈલેક્ટ્રિફિકેશનની નજીક છે, જેથી ડિઝલ પરનો આધાર ઘટશે અને આયાત પણ ઘટશે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
