તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
હવે ગુજરાતથી મુંબઈ જવું વધુ સરળ:વલસાડ-બાંદ્રાના મુસાફરોને મોટી રાહત: પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય
રેલવેએ મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને વિવિધ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તાર્યા: જાણો કઈ ટ્રેનો ક્યાં સુધી ચાલશે અને ટિકિટ બુકિંગ વિશેની સંપૂર્ણ માહિતી

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સતત વધતી ભીડને પહોંચી વળવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા માટે ઘણી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે.
- બાંદ્રા ટર્મિનસ – જયપુર સ્પેશિયલ (09708/09707): બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ 9 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, જયપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 8 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવી છે.
- બાંદ્રા ટર્મિનસ – ભગતની કોઠી સ્પેશિયલ (04828/04827): બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ 6 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 5 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવી છે.
- વલસાડ – હિસાર સ્પેશિયલ (04728/04727): વલસાડ-હિસાર સ્પેશિયલ 30 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, હિસાર-વલસાડ સ્પેશિયલ 29 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવી છે.
- લક્ષ્મીબાઈ નગર – શ્રીગંગાનગર સ્પેશિયલ (04736/04735): શ્રી ગંગાનગર સ્પેશિયલ 31 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર શ્રીગંગાનગર - લક્ષ્મીબાઈ નગર સ્પેશિયલને 30 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવી છે.
નોંધનીય છે કે, આ ટ્રેનો માટેની ટિકિટ બુકિંગ આજથી એટલે કે 30 જૂન, 2026 થી શરૂ થઈ ગઈ છે. મુસાફરો IRCTC ની વેબસાઈટ અથવા PRS કાઉન્ટર પર જઈને પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. વધુ માહિતી અને ટ્રેનના સચોટ સમય માટે તમે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઈટ enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકો છો.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
