<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

આજથી આ તારી પત્‍ની... પતિની માફક સાથે રહો ! સગીર ભત્રીજાને પકડી ફોઈએ વિધવા વહુની માંગ ભરાવી દીધી

એક ફોઈનો દીકરો જીવિત ન રહેતા તેમણે પોતાના સગીર ભત્રીજાના જબરદસ્‍તી તેમની વિધવા વહુ સાથે લગ્ન કરાવી દીધા

ટીકમગઢ તા.૯: મધ્‍ય પ્રદેશના ટીકમગઢમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે. જ્‍યાં એક ફોઈનો દીકરો જીવિત ન રહેતા તેમણે પોતાના સગીર ભત્રીજાના જબરદસ્‍તી તેમની વિધવા વહુ સાથે લગ્ન કરાવી દીધા. બાદમાં ભત્રીજાએ પોલીસ પાસે જઈને ન્‍યાયની માગ કરી અને પોતાની ફોઈ પર ગંભીર આરોપ લગાવ્‍યા છે.

સગીર તરફથી કહેવાયું છે કે ફોઈના દીકરાનું મોત થઈ ગયું તો તેમણે પોતાની વિધવા વહુની માંગ જબરદસ્‍તી ભરાવી દીધી. ત્‍યાર બાદ ફોઈએ કહ્યું કે હવે આ જ તારી પત્‍ની છે અને બંને પતિ-પત્‍ની માની એક સાથે રહો. સગીર તરફથી કહેવાયું છે કે જ્‍યારે તેણે ચપટીમાં માંગ ભરી, તો તેણે વિરોધ કર્યો, પણ તેની એક પણ વાત સાંભળવામાં ન આવી. ચપટી-ચપટીથી માંગ ભરાવી દીધી. ત્‍યાર બાદ ફોઈ સતત પતિ તરીકે રહેવાનું પ્રેશર કરતી.

યુવક તરફથી કહેવાયું છે કે જ્‍યારે તેણે લગ્ન કરવાની ના પાડી તો તેની સાથે જબરદસ્‍તી શારીરિક શોષણ કરવાનો પણ આરોપ લગાવ્‍યો. પીડિત હવે ન્‍યાય માટે ભટકી રહ્યો છે. તેણે કહ્યું કે, આ ઘટના બાદ તેના ભવિષ્‍ય પર મોટું સંકટ મંડરાઈ રહ્યું છે.

બાદમાં સગીર ટીકમગઢ એસપી પાસે પહોંચ્‍યો અને તેમની પાસે ન્‍યાયની માગ કરી છે. આ મામલામાં પોલીસે ફરિયાદ નોંધી લીધી છે અને તપાસ શરુ કરી દીધી છે. આ સંબંધમાં પોલીસ કેટલાય લોકો સાથે વાતચીત કરી રહી છે. સગીરે જણાવ્‍યું છે કે તેણે ચાઈલ્‍ડ હેલ્‍પલાઈનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તરફથી કહેવાયું છે કે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે ને પીડિતને ન્‍યાય અપાવશે.

(9:48 AM IST)