તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
હવે પેટ્રોલ-ડીઝલ વાહનો EVમાં ફેરવી શકાશે
પેટ્રોલ-ડીઝલ વાહનોને હાઇબ્રિડ અથવા પ્યોર ઇલેક્ટ્રિકમાં રૂપાંતર કરાય છે

મુંબઈ,તા.૨૭: પરિવહન ક્ષેત્રમાં પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ જોગવાઈ અમલમાં મૂકી છે. હવે પરંપરાગત પેટ્રોલ અથવા ડીઝલ વાહનોને કાયદેસર રીતે હાઈબિડ ઈલેક્ટ્રિક અથવા સંપૂર્ણ ઈલેક્ટ્રિક વાહનમાં રૂપાંતરિત કરી શકાશે. કેન્દ્ર સરકાર દ્વારા CMVR-૧૯૮૯ના નિયમ 115D તેમજ AIS-૧૨૩ના ધોરણો હેઠળ આ પ્રક્રિયાને માન્યતા આપવામાં આવી છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે રેટ્રોફિટમેન્ટ ઓફ ઈ લેક્ટ્રિક કિટ અંતર્ગત હાલના વાહનમાં હાઈબિડ ઈ લેક્ટ્રિક સિસ્ટમ (IES) અથવા ઇલેક્ટ્રિક કિટ લગાવી શકાય છે. AIS-૧૨૩ના અલગ-અલગ ભાગો મુજબ વિવિધ કેટેગરીના વાહનો માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તેમાં લાઈટ મોટર વાહનોથી લઈને ભારે વાહનો સુધીનો સમાવેશ થાય છે. AIS-૧૨૩ ભાગ-૧ મુજબ L, M1, Mß અને N1 કેટેગરીના ૩૫૦૦ કિલોગ્રામ સુધીના વાહનોમાં હાઇબિડ ઇલેક્ટ્રિક સિસ્ટમ રમ લગાવી લગાવી શકાશે. શકાશે. તે માટે વાહન BS-II અથવા ત્યારપછીના ઉત્સર્જન ધોરણ હેઠળનું હોવું આવશ્યક આ ઉપરાંત અગાઉ કોઈ ગેસ આધારિત ફયૂઅલ સિસ્ટમથી રેટ્રોફિટ ન કરાયેલું હોવું જોઈએ. ભાગ-ર હેઠળ ૩૫૦૦ કિલોગ્રામથી વધુ વજન ધરાવતા M અને N કેટેગરીના ભારે વાહનોમાં પણ હાઇબ્રિડ સિસ્ટમ લગાડવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે જોખમી માલસામાન વહન કરતા વાહનોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે AIS-123 ભાગ-૩ હેઠળ ૧ જાન્યુઆરી ૧૯૯૦ પછી બનેલા ૧૧,૮૨, LY, M. NM, N2 અને N3 કેટેગરીના વાહનોમાં એન્જિન બદલીને સંપૂર્ણ ઇલેક્ટ્રિક ઓપરેશનમાં રૂપાંતર કરી શકાશે. આ જોગવાઈથી જૂના વાહનોને નવી ટેક્રોલોજી સાથે અપગ્રેડ કરવાની તક મળશે અને ઈધણ ખર્ચમાં પણ મોટી બચત થશે. સાથે જ પ્રદૂષણ ઘટાડવામાં પણ આ પગલું અસરકારક સાબિત થઈ શકે છે.
CNG કારને ઈલેક્ટ્રિકમાં રૂપાંતર કરી શકાશે નહીં
જૂના વાહનોને ઈલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવા માટે સૌથી પહેલા તો વાહન BS-II હોવું જોઈએ. તેમજ અગાઉ કોઈ ગેસ આધારિત ફયુઅલ સિસ્ટમથી રેટ્રોફિટ ન કરાયેલું હોવું જોઈએ. એટલે કે CNG ફિટ કરાવી હોય અથવા CNG ફિટેડ કાર ખરીદી હોય તો તેને ઈલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરી શકાતી નથી.
વ્હીકલ કંપની, અધિકૃત ડીલરો જ ઈલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરી શકશે
આ પ્રકારનું રૂપાંતર કોઈપણ વ્યક્તિ કરી શકશે નહીં. માત્ર મૂળ વાહન ઉત્પાદક, કંપનીના અધિકૃત ડીલર, રાજ્ય સરકારથી માન્ય વર્કશોપ અથવા અધિકૃત સર્વિસ સ્ટેશન જ આ કામગીરી કરી શકશે. વાહન રૂપાંતર માટે વાહન માલિકે પ્રાથમિક પરવાનગી લેવી ફરજિયાત રહેશે. તેના માટે Form-22C ૧ હેઠળ મંજૂરી લેવાની રહેશે. લોન પર હોય તો ફાયનાન્સ કંપનીની મંજુરી પણ જરૂરી રહેશે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
