તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
હવે દુબઈમાં અડધી કિંમતમાં મળી રહી છે પ્રોપર્ટી
ઈરાન યુદ્ધની વચ્ચે દુબઈના રિયલ એસ્ટેટ બજારે એવો નિર્ણય લીધો છે, જે સાંભળીને ભારતીયોની છાતી પહોળી થઈ જશે : હવે વ્યક્તિગત ખરીદદાર માટે ૭.૫ લાખ દિરહમ (લગભગ ૧.૯૩ કરોડ રૂપિયા)ના જરૂરી રોકાણની મર્યાદા ઓછી કરી દેવામાં આવી છે. આ બેન્ચમાર્કને ઘટાડીને માત્ર ૪ લાખ દિરહમ (લગભગ ૧ કરોડ રૂપિયા) કરી દેવામાં આવ્યો છે

નવી દિલ્હી તા.૨: દુબઈ પૂરી દુનિયા માટે હોટ ડેસ્ટિનેશનલ છે. ભારતીયોના મનમાં તો તેની અલગ જ લાલચ છે. આજે દરેક અમીર વ્યક્તિ દુબઈમાં પ્રોપર્ટી ખરીદવા માટે આતુર છે. જો તમારા મનમાં પણ દુબઈમાં જમીન ખરીદવાનું સપનું છે, પરંતુ રૂપિયાની તંગીના કારણ પાછા પડી રહ્યા છો, તો આ ખબર તમારા માટે છે. ઈરાન યુદ્ધની વચ્ચે દુબઈના રિયલલ એસ્ટેટ બજારે એવો નિર્ણય લીધો છે, જે સાંભળીને ભારતીયોની છાતી પહોળી થઈ જશે. અહીં પહેલાના મુકાબલે અડધી કિમત પર પ્રોપર્ટી ખરીદી શકાય છે. સાથે જ વિઝા પણ સરળતાથી મળી જશે.
દુબઈ પ્રોપર્ટી વિભાગનું કહેવું છે કે, હવે વ્યક્તિગત ખરીદદાર માટે ૭.૫ લાખ દિરહમ (લગભગ ૧.૯૩ કરોડ રૂપિયા)ના જરૂરી રોકાણની મર્યાદા ઓછી કરી દેવામાં આવી છે. આ બેન્ચમાર્કને ઘટાડીને માત્ર ૪ લાખ દિરહમ (લગભગ ૧ કરોડ રૂપિયા) કરી દેવામાં આવ્યો છે. હજુ સુધી એકલા ખરીદદાર માટે ઓછામાં ઓછા ૭ લાખ દિરહમનું રોકાણ જરૂરી હતું. આ છૂટ તે ખરીદદારોને આપવામાં આવી છે, જે ઓછામાં ઓછા ૨ વર્ષના આવાસીય વિઝા પર દુબઈ જવા માંગે છે.
શું દુબઈમાં સસ્તી થઈ ગઈ છે જમીન?- દુબઈના લેન્ડ ડિપાર્ટમેન્ટે માત્ર રોકાણ મર્યાદા ઘટાડી છે. તેની દુબઈમાં જમીન કે પ્રોપર્ટીની કિમતો પર કોઈ અસર નહીં પડે. જો કે, તેનાથી જમીન ખરીદદારને રાહત જરૂર મળશે, કારણ કે હજુ સુધી જો કોઈ એકલો વ્યક્તિ પોતાના નામ જમીન ખરીદવા માંગતો હતો, તો તેણે ઓછામાં ઓછા ૧.૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડતુ હતુ, પરંતુ હવે આ કામ માત્ર ૧ કરોડના રોકાણમાં કરી શકાશે. જો કે, આ કેપ માત્ર તે રોકાણકારો પર લાગુ પડશે, જે એકલા જમીન ખરીદવા માંગતા હતા.
શું ઘટી રહ્યો છે દુબઈનો ચાર્મ?- આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઈરાન યુદ્ધને કારણે દુબઈમાં મિલકતના ભાવ દબાણ હેઠળ છે. જો કે, નિષ્ણાતો કહે છે કે આ ફક્ત એક કામચલાઉ ભાવના છે જે ભવિષ્યમાં સુધરશે. અત્યાર સુધી, દુબઈ ફક્ત ધનિકો માટેનું સ્થળ માનવામાં આવતું હતું, પરંતુ ઈરાન યુદ્ધે એવું વાતાવરણ બનાવ્યું છે કે સામાન્ય લોકો પણ હવે સરળતાથી મિલકત ખરીદી શકે છે. દુબઈ ભૂમિ વિભાગે મિલકત ખરીદી માટે લઘુત્તમ રોકાણની જરૂરિયાતમાં માત્ર છૂટછાટ આપી નથી, પરંતુ મિલકતના ભાવ પણ ઘટી રહ્યા છે.
ગત વર્ષે કેટલું પ્રોપર્ટી વેચાણ?- દુબઈમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન લગભગ ૯૧૭ અબજ દિરહમની પ્રોપર્ટીનો સોદો થયો હતો, જે દર્શાવે છે કે, ત્યાં દુનિયાભરથી કેટલા વધારે ખરીદદાર પહોંચી રહ્યો છે. ઈન્ડસ્ટ્રી સંબંધિત એક્સપર્ટનું કહેવું છે કે, દુબઈમાં લાગુ વિઝા લિક્ડ ઈન્વેસ્ટમેન્ટ નિયમના કારણે પ્રોપર્ટી ખરીદવી સરળ થઈ રહી છે. ખાસ કરીને ભારતીય ખરીદદારોની વચ્ચે, જેમણે ગત વર્ષે કૂલ પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનમાં ૨૨ ટકાથી વધારે હિસ્સેદારી નોંધાવી હતી.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
