<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

માલની ડિલિવરી બાદ હવે ઈ-વે બિલ બંધ કરવાનો નિયમ

જીએસટી પોર્ટલ પર ઇ-વે બિલ બંધ કરવાની જાણકારી આપતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી : ઈ-વે બિલ બંધ નહીં કરવાના કારણે કેટલાક કિસ્‍સામાં ટેક્‍સ ચોરી કરવામાં આવતી હોવાની આશંકાને પગલે લેવાયેલો નિર્ણય

નવી દિલ્‍હી તા.૨૨: ઈ-વે બિલ બંધ કરવાનો નિયમ લાગુ નહીં હોવાના લીધે નજીકના સ્‍થળો પર માલ મોકલવા માટે એક વખત ઈ-વે બિલ બનાવ્‍યા બાદ તેના પર ત્રણથી ચાર વખત માલની ડિલિવરી કરવામાં આવતી હોય છે. આ કારણોસર ટેક્‍સ ચોરી ઉપરાંત કેટલાક લોકો બોગસ બિલિંગમાં પણ ફક્‍ત ઈ-વે બિલ બનાવવાનો વેપલો કરતા હોય છે. આવી તમામ બાબતોને અટકાવવા માટે આગામી દિવસોમાં ઇ-વે બિલ બંધ કરવાનો એટલે કે ઈ-ન્‍વ ર્ંબિલ બનાવ્‍યા બાદ જે વસ્‍તુની ડિલિવરી થઈ જાય તો ઇ-વે બિલ બંધ કરી દેવું પડશે. જોકે આ માટે હાલમાં જીએસટી પોર્ટલ પર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં તેનો અમલ તબક્કાવાર કરવામાં આવે તેવી શક્‍યતા રહેલી છે.

ઇ-વે બિલ બનાવવા માટે હાલમાં એવી સુવિધા છે કે જે પણ વ્‍યક્‍તિએ માલ એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ પહોંચાડવાનો હોય અને તેની કિમત ૫૦ હજારથી વધુ હોય તેવા કિસ્‍સામાં પોર્ટલ પરથી ઈ-વે બિલ બનાવવાનું હોય છે. ઈ-વે બિલમાં માલ મોકલનાર, લેનાર અને કયા ટ્રાન્‍સપોર્ટરની કઈ ગાડીમાં માલ જવાનો છે તે સહિતની વિગતો દર્શાવવાની હોય છે. જ્‍યારે માલની ડિલિવરી થયા બાદ પણ ઈ-વે બિલ બંધ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો નહીં હોવાના લીધે અનેક સમસ્‍યા સર્જાતી હતી. સાથે સાથે સરકારે લાખ્‍ખો રૂપિયાની આવક દર મહિને ગુમાવવી પડતી હતી. તે માટેનું કારણ એવું પણ છે કે સુરતથી વડોદરા અથવા ભરૂચ કોઈને માલ મોકલવાનો હોય તો ૨૪ કલાકના સમયગાળામાં બેથી ત્રણ વખત માલની ડિલિવરી કરી શકતા હોય છે. તેના માટે બીજું ઈ-વે બિલ બનાવવામાં નહીં આવે તો સરકારે ટેક્‍સની આવક ગુમાવવી પડતી હતી. આ સમસ્‍યાના નિરાકરણ માટે નવો નિયમ લાગુ કરવાની દિશામાં કવાયત શરૂ કરવામાં આવી છે.(૩૮.૨૬)

ઇ-ઇનવોઈસની માફક તબક્કાવાર અમલ થશે

ઇ-ઇનવોઇસ ફરજિયાત કરવાનો નિયમ તબક્કાવાર લાગુ કરવામાં આવ્‍યો હતો. તેવી જ રીતે ઇ-વે બિલ બનાવવામાં આવ્‍યા બાદ માલની ડિલિવરી પછી ફરજિયાત બંધ કરવાનો નિયમ લાગુ કરવામાં આવશે. જોકે આ નિયમ ઝડપથી લાગુ કરવામાં આવે તો પ્રામાણિકતાથી વેપાર કરનારાઓને સૌથી વધુ રાહત થવાની છે. સીએ

માલ નહીં મળ્‍યાની ફરિયાદનું પણ તેના થકી સમાધાન થશે

વેપારીને માલ મોકલવામાં આવ્‍યા બાદ કેટલીક વખત માલ સમયસર મળ્‍યો નથી. માલની ડિલિવરી નહીં થવાના કારણે નાણાંની ચુકવણી અટકાવી દેવા સહિતની સમસ્‍યા પણ સજાતી હોય છે, પરંતુ માલ મોકલ્‍યા બાદ ઇ-વે બિલ બંધ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્‍યા બાદ આવી સમસ્‍યાનું સમાધાન થવાની શક્‍યતા રહેલી છે, કારણ કે ઇ-વે બિલ બનાવવામાં આવ્‍યા બાદ તેને બંધ કરવાનો પણ નિયમ લાગુ કરવામાં આવવાથી કોને ઇ-વે બિલ બંધ કર્યું તે સહિતની જાણકારી જીએસટી પોર્ટલ પરથી જ મળી રહેવાની છે. જેથી વેપારમાં કેટલીક બાબતોમાં થતી સમસ્‍યાનું પણ

આ લોકો ઇ-વે બિલ બંધ કરી શકશે

માલ મોકલનાર, માલ લેનાર, ટ્રાન્‍સપોર્ટર અને ડ્રાઇવરને ઇ-વે બિલ બંધ કરવાની સત્તા આપવામાં આવી છે. કારણ કે એક વખત માલ મોકલવામાં આવ્‍યા બાદ જો માલ મળી ગયો હોય તો માલ લેનાર અને ડિલિવરી આપનાર પણ ઇ-વે બિલ ક્‍લોઝના ઓપ્‍શન પર ક્‍લીક કરતા ઇ-વે બિલ બંધ થઇ જશે. તેના કારણે જે માલ માટે ઇ-વે બિલ બનાવ્‍યું છે તે માલ ડિલિવરી થયા બાદ બીજો માલ તે જ ઇ-વે બિલ પર મોકલી શકાશે નહીં. જેથી સરકારને જીએસટીની આવક ગુમાવવી નહીં પડે. સાથે સાથે પ્રામાણિકતાથી વેપાર કરનારાઓને આ નિયમને કારણે સૌથી વધુ ફાયદો થવાનો છે.

(9:53 AM IST)