તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
ટેક્સ ચોરી, ખોટી માહિતી અને રિટર્ન નહીં ભરવા મુદ્દે હવે સખત કેદના બદલે સાદી કેદ
ઈન્કમ ટેક્સ એક્ટ, ૨૦૨૫માં થયેલા મોટા ફેરફારો : નવી ટેક્સ વ્યવસ્થામાં ૮૦૦થી વધુ કાયદાની કલમો ઘટાડી ૫૩૯ સુધી કરાઈઃ ડિજિટલ અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર કડક નજર રહેશે

નવી દિલ્હી,તા.૨૬: ૧લી એપ્રિલ, ૨૦૨ ૯થી લાગુ થયેલા નવા ઈન્કમટેક્સ એક્ટ-૨૦૨૫નો હેતુ જટિલ નિયમોને સરળ બનાવવા, ટેક્સ વિવાદોને ઘટાડવા અને ડિજાિટિલાઈઝેશનને પ્રોત્સાહન આપવાનો છે. જેમાં ઘટાડવા અને ડજાિટિલાઈઝેશનને ટેક્સના મુળભૂત દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ અગાઉનું વર્ષ અને એસેસમેન્ટ વર્ષ જેવા શબ્દો નાબુદ કરીને સરળ શબ્દ ટેક્સ યર નામ રાખવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલો નવો ઈન્કમટેક્સ એક્ટ-૨૦૨૫નો તા. ૧લી એપ્રિલ, ૨૦૨૬થી અમલ શરૂ કરાયો છે. લગભગ ૬૦ વર્ષ જુના ઈન્કમટેક્સ એક્ટ, ૧૯૯૧ને બદલી અમલી કરાયેલો નવો કાયદો સરળ, ડિજિટલ અને કરદાતા મૈત્રીપૂર્ણ બનાવવાનો સરકારનો દાવો છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રારંભ-૨૦૨૯થી વિશેષ જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. જેમાં નવા કર કાયદા અંગે સામાન્ય કરદાતાઓ, વેપારીઓ અને વ્યાવસાયિકોને માહિતગાર કરવાનો હેતુ સમાયેલો છે. વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે આજે સોમવારે સુરતના ચીફ ઈન્કમટેક્સ કમિશનર ડો.એન.સી.સ્વૈનના અવ્યક્ષપણામાં આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વલસાડના પ્રિન્સિપાલ કમિશનર ડો.અભયકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે, નવા કાયદાનું સરળીકરણ કરવામાં આવ્યું છે. જૂના કાયદામાં ૮૦૦થી વધુ જોટલ કલમો હતી જેના સ્થાને હવે લગભગ ૫૩૯ કલમો રાખવામાં આવી છે. નવા કાયદા હેઠળ ટેક્સ રિટર્ન, ટીડીએસ. અપીલ, રિફંડ અને ફોર્મ્સમાં પણ મોટા ફેરફારો કરાયા છે. અનેક ફોર્મ્સને સરળ અને સંક્ષિપ્ત બનાવાયા છે. વીઆઈએ પ્રમુખ સતિષ પટેલે નવો કાયદો વિકસિત ભારત ૨૦૪૭ તરફનું મોટું પગલું હોવાનું જણાવ્યું હતું. સીએ જીજ્ઞેશ વસાણીએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિક પણ સમજી શકે તે રીતે અગાઉનું વર્ષ અને એસેસમેન્ટ વર્ષ જેવા શબ્દો નાબુદ કરીને સરળ શબ્દ ટેક્સ યર નામ રાખવામાં આવ્યું છે. સીએ જે.પી.શેઠિયાએ જણાવ્યું હતું કે, અનેક ટેક્સ ગુનાઓમાં સખત કેદના બદલે સાડી કેદની જોગવાઈ રાખવામાં આવી છે. સાથે જ ઘણી કલમોમાં મહત્તમ સજાની મર્યાદા ઘટાડીને ભે વર્ષ સુધી રાખવામાં આવી છે. સરકારનો દાવો છે કે, સજાને ગુનાની ગંભીરતા મુજબ પ્રમાણસર બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ કાયદામાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ એટલે કે ક્રિપ્ટો કરન્સી જેવા ડિજિટલ રોકાણોને પણ સ્પષ્ટ રીતે સામેલ કરવામાં આવ્યા છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
