<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

NRI પાસે મિલકત ખરીદનારોએ હવે ટીડીએસ એકાઉન્‍ટ નંબર લેવો નહીં પડે

પરિપત્રને કારણે નોન રેસિડન્‍ટ પાસેથી મિલકત ખરીદ્યા પછીની તકલીફ ઓછી કરી દેવામાં આવીઃ પહેલી ઓક્‍ટોબરથી અમલ

મુંબઇ તા.૨૪: બિન નિવાસી ભારતીય પાસેથી મિલકત ખરીદનારાઓએ હવે ટાન-ટીડીએસ એકાઉન્‍ટ નંબર લેવાની ફરજ પડશે નહિ. આજે સીબીડીટીએ એક પરિપત્ર બહાર પાડીને આ નવી જોગવાઈને પહેલી ઓક્‍ટોબરથી અમલમાં લાવી દેવાનો નિર્ણ નિર્ણય કર્યો છે. છે.તેને તેને માટે ફોર્મ નંબર ૧૪૧માં ૧૪૧માં નોન રેસિડન્‍ટને લગતી માહિતી આપવા માટેનું કોલમ ઉમેરી દેવામાં આવ્‍યું છે. આમ પરિપત્રની સાથે સાથે જ સુધારેલું ફોર્મ નંબર ૧૪૧ બહાર પાડયું છે. આ પરિપત્રને કારણે નોમ રેસિડન્‍ટ પાસેથી મિલકત ખરીદ્યા પછીની જફા ઓછી  કરી દેવામાં આવી છે. અગાઉ બિન નિવાસી ભારતીય માટે ફોર્મ નંબર ૧૪૪ હતું. જ્‍યારે ભારતીય રહેવાસી માટે ફોર્મ ૧૪૧ હતું. આમ બંને ફોર્મને મર્જ કરી દેવામાં આવ્‍યા છે. આ ફોર્મ અસ્‍તિત્‍વમાં આવતા મિલકત ખરીદનારે ટીડીએસ નંબર અલગથી લેવાની & ફરજ પડશે નહિ. જૂની વ્‍યવસ્‍થા હેઠળ કોઈપણ વ્‍યક્‍તિ રૂા. ૫૦ લાખથી વધુના મૂલ્‍યની મિલકતની ભારતના નિવાસી પાસેથી ખરીદી કરતી હોય તો તેણે તેને કરવામાં આવતા પેમેન્‍ટમાંથી એક ટકાના દરે કરકપાત-ટેક્‍સ ડિડક્‍શન એટ સોર્સ કરવો પડતો હતો. જો વેચનાર બિનનિવાસી ભારતીય હોય તો તેવા સંજોગોમાં તેણે કરેલા પેમેન્‍ટમાંથી ૧૨.૫ ટકાના દરે ટીડીએસ કરવાનો આવતો હતો. તેને માટે ટીડીએસ ટીડીએસનું અલગથી ફોર્મ ભરવું પડે છે. ટીડીએસનું ચલણ પણ ભરવું પડતું હતું એકાઉન્‍ટ નંબર પણ અલગથી લેવો પડતો હતો. બીજું, તેને માટે અલગથી ફોર્મ ભરવું પડતું હતું. ટાન નંબર ઉપરાંત  આ બધાં ઉપરાંત ફોર્મ ૧૬માં ટીડીએસ સર્ટિફિકેટ પણ આપવું પડતું હતું. જોકે નિવાસી ખરીદનારે ટાન નબર લેવાની જરુર પડતી નહોતી. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસે ફોર્મ ૧૪૧ દાખલ કરીને બિન નિવાસીઓ પાસેથી મિલકત ખરીદવા પછી કરવી પડતી જફામાં એકદમ ઘટાડો કરી દીધો છે. પહેલી ઓક્‍ટોબર ૨૦૨૬થી નવી વ્‍યવસ્‍થા અમલમાં આવશે

(2:21 PM IST)