તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
દિલ્હીમાં CJP તિરંગા માર્ચ યોજે એ પહેલા જ અડધી રાતે NSUIના મોટાપાયે દેખાવ
રાજકીય અને પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ

નવી દિલ્હી તા.૧૬: દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રસ્તાવિત તિરંગા માર્ચ પહેલા ગુરુવારે મોડી રાત્રે રાજકીય અને પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. કનોટ પ્લેસમાં યોજાનાર લહેરા દો તિરંગા માર્ચને લઈને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા અને સખ્તી વધારી દેવામાં આવી છે. આ દરમિયાન મોડી રાત્રે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર NSUI કાર્યકરોએ મહિલા સભ્યો સાથે કથિત મારપીટના કેસમાં એફઆઈઆર (FIR) નોંધવાની માંગ સાથે જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન NSUI અધ્યક્ષ વિનોદ જાખડ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
NSUI જણાવ્યા અનુસાર, તેમના કાર્યકરો દિલ્હી પોલીસની એક મહિલા અધિકારી સામે મહિલા સભ્યો સાથે મારપીટ કરવાનો આરોપ લગાવીને એફઆઈઆર નોંધાવવા માંગતા હતા. સંગઠનનો દાવો છે કે બુધવારે એડિશનલ ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરવા છતાં એફઆઈઆર નોંધવામાં આવી ન હતી, જેના કારણે તેઓ મજબૂર થઈને પોલીસ સ્ટેશનની બહાર જ ધરણા પર બેસી ગયા હતા. NSUI નોસીધો આરોપ છે કે પોલીસે ફરિયાદ સ્વીકારવાને બદલે ઊલટાનું પ્રદર્શનકારીઓ સામે જ દમનકારી કાર્યવાહી કરી હતી.
NSUI નાઅધ્યક્ષ વિનોદ જાખડે આરોપ લગાવ્યો કે પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરો સાથે મારપીટ કરવામાં આવી હતી અને કેટલીક મહિલાઓને અંધારા રૂમમાં લઈ જઈને બૂટ અને સેન્ડલથી માર મારવામાં આવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આપણી મહિલા કાર્યકરો માટે ન્યાય માંગવો એ કોઈ અપરાધ છે? સંગઠન માત્ર એફઆઈઆર નોંધાવવા માટે આવ્યું હતું, પરંતુ પોલીસ અધિકારીઓ તેમની વાત સાંભળવા તૈયાર નહોતા.સંગઠનના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રવિ પાંડેએ પણ અટકાયતની સખત નિદા કરી છે અને તાત્કાલિક એફઆઈઆર તથા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. NSUIએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
