News of Wednesday, 11th November 2026
એનવિડિયાના સીઈઓ જેન્સન હુઆંગના વિવાદિત સંબંધોથી વોશિંગ્ટનમાં ખળભળાટ, રાષ્ટ્રીય સુરક્ષા પર ઊભા થયા સવાલ
ચીની મહિલા ઉદ્યોગપતિ સાથેના સંબંધો બાદ અદ્યતન ચિપ્સ અને ગુપ્ત માહિતી લીક થવાની આશંકાથી અમેરિકી પ્રશાસનમાં ટેન્શન

વોશિંગ્ટન : સામાન્ય રીતે લગ્નેત્તર સંબંધો વ્યક્તિગત કે ખાનગી બાબત ગણાતા હોય છે, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્રાંતિના અગ્રણી ચહેરા અને વિશ્વપ્રસિદ્ધ ચિપ ઉત્પાદક કંપની Nvidia ના ૬૩ વર્ષીય સીઈઓ જેન્સન હુઆંગના કથિત વિવાદિત સંબંધોએ વૈશ્વિક સ્તરે મોટો રાજકીય અને સુરક્ષા સંબંધિત વિવાદ ઊભો કર્યો છે. કાળા ચામડાના જેકેટ અને ગ્રે વાળની ખાસ શૈલી ધરાવતા હુઆંગના આ સંબંધોના કારણે વોશિંગ્ટનની રાજકીય આલમ અને સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
એનવિડિયા કંપની અત્યંત પ્રખ્યાત અને અદ્યતન કમ્પ્યુટર ચિપ્સનું ઉત્પાદન કરે છે, જેના કારણે જેન્સન હુઆંગને ઉદ્યોગ સાહસિકથી લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મોડી રાત્રે સીધી ફોન પર વાતચીત કરવાનો મોકો અને વિશેષ પહોંચ મળતી રહી છે. જોકે, તેમની સામે સામે આવેલા નવા ઘટસ્ફોટોએ હવે અમેરિકા અને ચીન વચ્ચેના તણાવપૂર્ણ રાજદ્વારી સમીકરણોમાં અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
સામે આવેલા અહેવાલો મુજબ, શ્રી હુઆંગ એક ચીની મહિલા ઉદ્યોગપતિ સાથે પણ સતત સંપર્કમાં હતા. આ મહિલા, એલિસ હુઆંગ, સિંગાપુર સ્થિત ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની મેગાસ્પીડમાં ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ રહી ચૂકી છે અને તેના પર ચીનને ગુપ્ત માહિતી તેમજ અમેરિકાની અત્યંત અદ્યતન ચિપ્સ પહોંચાડવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
આ સંવેદનશીલ કેસ સામે આવ્યા બાદ અમેરિકી સુરક્ષા એજન્સીઓ અને વોશિંગ્ટન પ્રશાસન દ્વારા સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. એનવિડિયા જેવી વૈશ્વિક ટેક જાયન્ટ કંપનીના વડા દ્વારા ટેકનોલોજી અને માહિતી લીક થવાના જોખમો સામે આગામી દિવસોમાં અમેરિકી ગૃહ અને સુરક્ષા વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
