તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
'ઓફર ફક્ત આજ રાત સુધી!': શું 'સેલ' જોઈને તમે પણ બિનજરૂરી વસ્તુઓ ખરીદી લો છો? જાણો શોપિંગ પાછળનું અસલી મનોવિજ્ઞાન!
‘ફ્લેશ સેલ’ અને ‘૫૦% ડિસ્કાઉન્ટ’ના બોર્ડ જોઈને મન પરનો કાબૂ કેમ છૂટી જાય છે? ગ્રાહકોને આવેગજન્ય ખરીદદાર (Impulse Buyer) બનાવતી કંપનીઓની હોંશિયાર માર્કેટિંગ ટ્રિક્સનો પર્દાફાશ.

નવી દિલ્હી : શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે માર્કેટમાં ફક્ત વિન્ડો શોપિંગ કરવા કે આંટો મારવા ગયા હોવ અને પાછા ફરો ત્યારે તમારા હાથમાં ચાર-પાંચ શોપિંગ બેગ હોય? જો આનો જવાબ 'હા' હોય, તો તમારે પોતાને દોષ આપવાની કે ગભરાવાની જરૂર નથી. આવેગમાં આવીને બિનજરૂરી ખરીદી (Impulse Buying) કરવી એ માત્ર તમારી નબળાઈ નથી, પરંતુ તેની પાછળ એક ઊંડું મનોવિજ્ઞાન અને માર્કેટિંગ વિજ્ઞાન કામ કરી રહ્યું છે.
FOMO: તક ગુમાવી દેવાનો ડર
કંપનીઓ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકોના મન સાથે ખૂબ જ ચાલાકીપૂર્વક ગેમ રમે છે, જેને સાયકોલોજીમાં 'FOMO' (Fear of Missing Out) એટલે કે 'તક ગુમાવી દેવાનો ડર' કહેવામાં આવે છે.
• અર્જન્સી ક્રિએટ કરવી: જ્યારે તમે સ્ક્રીન કે બોર્ડ પર "ઓફર ફક્ત રાત્રે ૧૨ વાગ્યા સુધી જ માન્ય" અથવા "ઓછો સ્ટોક બાકી છે" જેવા ટેગલાઇન જુઓ છો, ત્યારે મગજમાં એક પ્રકારની ઈમરજન્સી ઊભી થાય છે.
• ઉતાવળમાં નિર્ણય: મગજને લાગે છે કે જો અત્યારે જ ખરીદી નહીં કરીએ તો આ અદ્ભુત તક કાયમ માટે હાથમાંથી જતી રહેશે. આ ડર વ્યક્તિને તાર્કિક રીતે વિચારવા દેતો નથી અને તે તરત જ ઓર્ડર પ્લેસ કરી દે છે.
સેલ જોઈને મગજમાં ડાયરેક્ટ ડોપામાઈન રિલીઝ થાય છે
જ્યારે પણ આપણે '૫૦% છૂટ' કે 'બાય ૧ ગેટ ૧ ફ્રી' જેવા લાભ જુઓ છો, ત્યારે આપણા મગજમાં ડોપામાઈન (Dopamine) નામનું ફીલ-ગુડ કેમિકલ રિલીઝ થાય છે. આ કેમિકલ આપણને એવો અહેસાસ કરાવે છે કે આપણે કોઈ મોટી બચત કે જીત મેળવી લીધી છે. પરંતુ ઘરે આવ્યા પછી જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ કે બિનજરૂરી સામાન સામે આવે છે, ત્યારે જ આ ભ્રમ ભાંગે છે.
ગ્રાહક તરીકે જાગૃત રહીને ખરીદી કરતા પહેલાં પોતાને પૂછવું જોઈએ કે 'શું મને ખરેખર આ વસ્તુની જરૂર છે કે પછી હું માત્ર સેલના પ્રભાવ હેઠળ ખરીદી રહ્યો છું?'
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
