<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત

રાજ્યના રાજકીય સમીકરણો, જાતિગત ગણિતો અને પક્ષ પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં રાખીને પસંદ કરાયેલા આ ઉમેદવારોના નામો જાહેર કરાયા

મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાન પરિષદ  ની દ્વિવાર્ષિક ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ 2026 માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. દિલ્હી ખાતે મળેલી ભાજપની હાઈકમાન્ડ બેઠક બાદ કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) દ્વારા આ યાદીને આખરી ઓપ આપીને જાહેર કરવામાં આવી છે. રાજ્યના રાજકીય સમીકરણો, જાતિગત ગણિતો અને પક્ષ પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં રાખીને પસંદ કરાયેલા આ ઉમેદવારોના નામો બહાર આવતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ચહલપહલ શરૂ થઈ ગઈ છે અને તમામ પક્ષો હવે પોતપોતાની વ્યૂહરચના ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે.

(11:33 PM IST)