તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 10th May 2026
હંગેરીમાં ઓર્બન યુગનો સત્તાવાર સૂર્યાસ્ત: પીટર મેગ્યારે વડાપ્રધાન પદના શપથ લઈ યુરોપિયન યુનિયન સાથેના નવા અધ્યાયનો પ્રારંભ કર્યો
૧૬ વર્ષના રાષ્ટ્રવાદી શાસનને ઉથલાવી ટિઝા પાર્ટીએ મેળવેલી પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક સત્તા પરિવર્તન, સંસદમાં ફરી લહેરાયો યુરોપિયન યુનિયનનો ધ્વજ

બુડાપેસ્ટ : હંગેરીના રાજકીય ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. ૪૫ વર્ષીય પીટર મેગ્યારે શનિવારે દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે, જેની સાથે જ વિક્ટર ઓર્બનના ૧૬ વર્ષ લાંબા શાસનનો અંત આવ્યો છે. તાજેતરની સંસદીય ચૂંટણીમાં મેગ્યારની કેન્દ્ર-જમણેરી ટિઝા પાર્ટીએ ૧૯૯માંથી ૧૪૧ બેઠકો જીતીને અભૂતપૂર્વ બહુમતી હાંસલ કરી છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ૧૨ વર્ષમાં પ્રથમ વખત સંસદ ભવનમાં યુરોપિયન યુનિયનનો ધ્વજ ફરી પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જે દેશની બદલાતી વિદેશ નીતિનો સ્પષ્ટ સંકેત આપે છે.
પીટર મેગ્યારની આ જીતને સામ્યવાદ પછીના હંગેરીના ઇતિહાસમાં સૌથી મોટો જનાદેશ માનવામાં આવે છે. લાંબા સમયથી આર્થિક સ્થિરતા અને પશ્ચિમી દેશો સાથેના વણસેલા સંબંધોથી કંટાળેલી જનતાએ પરિવર્તનના વચન પર મહોર મારી છે. મેગ્યારે ઓર્બનની રાષ્ટ્રવાદી-લોકપ્રિય ફિડેઝ પાર્ટીના પ્રભુત્વને જડબાતોડ જવાબ આપીને યુરોપ તરફી રાજકારણનો નવો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આ પરિવર્તનથી માત્ર હંગેરીમાં જ નહીં પરંતુ સમગ્ર યુરોપિયન યુનિયનમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
જોકે, નવા વડાપ્રધાન માટે આગામી સમય પડકારોથી ભરેલો છે. બુડાપેસ્ટની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી અને સતત વધતી જતી બજેટ ખાધ પર નિયંત્રણ મેળવવું એ તેમની પ્રાથમિકતા રહેશે. એપ્રિલ મહિના સુધીમાં જ બજેટ ખાધ વાર્ષિક લક્ષ્યાંકના ૭૫ ટકા સુધી પહોંચી ગઈ હોવાથી, મેગ્યારે આર્થિક સુધારા માટે કડક નિર્ણયો લેવા પડશે. તે જ સમયે, યુરોપિયન યુનિયન સાથેના સંબંધો સુધારીને અટકેલા ભંડોળને ફરી શરૂ કરાવવું એ તેમની સરકાર માટે કસોટી સમાન સાબિત થશે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
