<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ગેરકાયદે બાંધકામના મામલે સંબંધિત અધિકારીઓ જવાબદાર ગણાશેઃ સુપ્રીમ

દિલ્‍હી-લખનઉની તાજેતરની આગની ઘટનાના મુદ્દે બંને મહાનગરપાલિકાનો ઉઘડો લીધો : દિલ્‍હી, ગુરુગ્રામ, લખનઉની પાલિકાના અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા તાકીદ

નવી દિલ્‍હી તા.૧૦: દિલ્‍હી-એનસીઆરમાં વધી રહેલા ગેરકાયદે બાંધકામો તથા તાજેતરમાં દિલ્‍હી અને લખનૌમાં બનેલી આગની ગંભીર ઘટનાઓના મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મ્‍યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આકરા શબ્‍દોમાં ઠપકો આપ્‍યો હતો. આ સાથે સર્વોચ્‍ચ અદાલતે સ્‍પષ્ટ કર્યું હતું કે તેના આદેશોનું પાલન નહીં થાય તો સંબંધિત ટોચના અધિકારીઓને વ્‍યક્‍તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવશે. આ મામલે નગરપાલિકાઓ તરફથી કોઈપણ પ્રકારની ઢીલાશ સહન કરાશે નહીં.

જસ્‍ટિસ અહસાનુદ્દીન અમાનુલ્‍લાહ અને આર. મહાદેવન નીબનેલી ખંડપીઠેદિલ્‍હી મ્‍યુનિસિપલ કોર્પોરેશન (MCD), ગુરુગ્રામ અને લખનૌની નગરપાલિકાના અધિકારીઓને વ્‍યક્‍તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્‍યો હતો. ખંડપીઠે જણાવ્‍યું હતું કે કોર્ટને પાલિકાઓના વલણ અને વારંવાર આપવામાં આવેલા આદેશોના પાલન ન થવા અંગે ગંભીર ચિંતા છે. સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે તેને ૨૦મીએ આદેશો આપ્‍યા હોવાછતાં ગેરકાયદે બાંધકામોને સીલ કરવા, તોડી પાડવા અથવા કાયદા મુજબની અન્‍ય કાર્યવાહી માટે જમીન સ્‍તરે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્‍યા નથી.

એમિક્‍સ ક્‍યુરી વરિષ્ઠ વકીલ અજિત સિન્‍હાએ જણાવ્‍યું હતું કે ૩ જૂને દિલ્‍હીના માલવિયા નગર અને ૨૨ જૂને લખનોમાં આગની બે ઘટના બની હતી. સુપ્રીમે અગાઉના આદેશોના પાલન ન થવા અંગે નારાજગી વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે તેને અગાઉ દિલ્‍હીના લાજપત નગર અને સરોજિની નગર જેવા ગીચ વિસ્‍તારોમાં ગેરકાયદે બાંધકામો તાત્‍કાલિક દૂર કરવાની સૂચનાઓ આપી હતી. ૨૦૨૪માં તેમજ ૨૦ મેના આદેશોનું પાલન ન કરવા બદલ અમે ખાસ કરીને દિલ્‍હી મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વલણથી ચિતિત છીએ. MCID તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.ડી. સંજયને રજૂઆત કરી હતી કે કેટલીક કામગીરી થઈ રહી છે અને આગામી સુનાવણી ૪ ઓગસ્‍ટ પહેલાં વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવશે. પરંતુ બેન્‍ચને જવાબથી સંતોષ ન થતાં તેણે ચેતવણી આપી હતી કે જો જમીન સ્‍તરે અસરકારક કાર્યવાહી નહીં થાય તો નગરપાલિકાના ટોચના અધિકારીઓને વ્‍યક્‍તિગત પરિણામો ભોગવવા પડશે.

પાલિકાઓ સામે કોર્ટના તિરસ્‍કારની કાર્યવાહીની ચેતવણી

એમિક્‍સ ક્‍યુરી વરિષ્ઠ વકીલ અજિત સિન્‍હાએ દિલ્‍હી અને લખનૌમાં તાજેતરમાં બનેલી આગની ઘટનાઓ તેમજ ગેરકાયદે બાંધકામો અંગે રજૂ કરાયેલા સ્‍ટેટસ રિપોર્ટને કોર્ટે રેકોર્ડ પર લીધો હતી. આની સાથે જ કોર્ટે ચેતવણી આપી હતી કે અગાઉના આદેશોનું પાલન નહીં કરનાર નગરપાલિકાઓ સામે સુઓ-મોટો અવમાનના કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે.

(9:47 AM IST)