News of Thursday, 30th April 2026
ઓઈલ કંપનીઓ પેટ્રોલમાં લીટરે રૂ.૧૪, ડીઝલમાં રૂ.૧૮ની ખોટ ખાઈને વેચાણ કરી રહી છે
LPGનું વેચાણ કરતી કંપનીઓને ચાલુ નાણાં વર્ષે રૂ.૮૦,૦૦૦ કરોડની ખોટ જશે

નવી દિલ્હી તા.૩૦: પヘમિ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધને કારણે સર્જાયેલી ઈંધણની કટોકટીની સીધી અસર ઓઈલ કંપનીઓના નફા પર પડી છે. ભારતની ઓઈલ માર્કેટિગ કંપનીઓ હાલ પેટ્રોલમાં લીટર દીઠ રૂ. ૧૪ અને ડીઝલમાં રૂ. ૧૮ની ખોટ ખાઈ વેચાણ કરી રહી છે. યુદ્ધને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં થયેલો વધારો, ઈંધણની રિટેલ કિમતના ભાવનિયંત્રણને વટાવી જતાં કંપનીઓના નફો સંકાચાયો છે.
પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં થઈ રહેલી ખોટ ઉપરાંત અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ઉર્જાની કિમતોમાં થયેલાં વધારાને પરિણામે ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીઓને રાંધણ ગેસ એલપીજીના વેચાણ પર રૂ. ૮૦,૦૦૦ કરોડની ખોટ જશે. જ્યારે ફર્ટિલાઈઝર સબસિડી રૂ. ૨.૦૫ લાખ કરોડથી વધીને રૂ.૨.૨૫ લાખ કરોડ થવાની સંભાવના છે. બે મહિના અગાઉ પヘમિ એશિયામાં યુદ્ધ શરૂ થયું તે સમયે ક્રૂડનો બેરલ દીઠ ભાવ ૭૦-૭૨ ડોલર જેટલો હતો.
વિશ્લેષકોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં નોંધાયેલાં તીવ્ર ઉછાળા છતાં ઈંધણના છૂટક ભાવ સ્થિર રહેવાને કારણે ઓઈલ કંપનીઓના નફા પર માઠી અસર પડી છે. ક્રૂડના બેરલ દીઠ ૧૨૦-૧૨૫ ડોલરના ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલ પરની ઓઈલ કંપનીઓને લીટર દીઠ અનુક્રમે, રૂ.૧૪ અને રૂ.૧૮ની ખોટ સહન કરવી પડી રહી છે.
કાચા માલની કિંમત તથા ઉર્જા ખર્ચમાં થયેલા વધારાને કારણે ઓઈલ માર્કેટિંગ, ફર્ટિલાઈઝર્સ, કેમિકલ્સ તથા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરની નફાકારકતા ખોરવાઈ છે. નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, કિમતોમાં જોવાયેલાં તીવ્ર ઉછાળાની અસર ફર્ટિલાઈઝર સેક્ટરમાં પણ જોવા મળી રહી છે. સલ્ફર અને એમોનિયા જેવા કેમિકલ્સની કિમતમાં થયેલાં વધારાને કારણે કુદરતી ગેસની કિમતમાં વધારો થયો છે. યુદ્ધ પહેલાં યુરિયા પૂલની કિમત એમએમબીટીયુ દીઠ ૧૩ ડોલર હતી, જે વધીને હાલ ૧૯ ડોલર થઈ છે. કાચા માલસામાનની કિમતમાં થયેલાં નોંધપાત્ર ઉછાળો તથા સબસિડીમાં અપૂરતા સુધારાને લીધે ફર્ટિલાઈઝર કંપનીઓનો નફાકારકતા પર પણ અસર જોવાશે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
