તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 29th May 2026
હોર્મુઝને પાર કરીને તેલ ટેન્કર ૩ જૂને ભારત પહોચશે નિસોસ કેરોસ ૨૧ મેના રોજ શારજાહથી રવાના થયું હતું

નવી દિલ્હી, તા.૨૯: જ્યારે પヘમિ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયેલા છે અને મિસાઈલોના અવાજ વચ્ચે સમુદ્રી માર્ગો અસુરક્ષિત બન્યા છે, ત્યારે ભારત માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. માર્શલ આઇલેન્ડ્સનો ધ્વજ ધરાવતું અને ભારત માટે અતિ મહત્વનું ગણાતું તેલ ટેન્કર નિસોસ કેરોસ હોર્મુઝમાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. મેરીટાઇમ ટ્રેકિંગ ડેટા મુજબ, આ ટેન્કર ૨૧ મેના રોજ શારજાહથી રવાના થયું હતું અને શુક્રવારે સવારે ઉત્તર અરબી સમુદ્રમાં સલામત રીતે પ્રવેશતા ભારતીય સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
હોર્મુઝની એ વિશ્વનો એવો બ્લૉક છે જ્યાંથી દુનિયાનો ૨૦% તેલ અને ગેસ પુરવઠો પસાર થાય છે. ઈરાની નેવી અને પ?મિી દેશો વચ્ચેના ગજગ્રાહને કારણે આ વિસ્તાર અત્યારે ડેન્જર ઝોનમાં ફેરવાયો છે. જોકે, ઈરાનની સરકારી એજન્સી IRNA એ દાવો કર્યો છે કે યોગ્ય સંકલન બાદ તેમણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ વાણિજ્યિક જહાજોને માર્ગ આપ્યો છે, જેમાં ભારત તરફ આવતા આ ટેન્કરનો પણ સમાવેશ થાય છે. આ સફળ માર્ગ ભારતની ઉર્જા સુરક્ષા માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે કારણ કે ટેન્કરમાં રહેલું પેટ્રોલિયમ દેશના ઇંધણ સપ્લાય માટે કરોડરજ્જુ સમાન છે.
હાલમાં આ વિશાળ ટેન્કર પヘમિ કિનારાથી આગળ વધીને વિશાખાપટ્ટનમ તરફ ગતિ કરી રહ્યું છે, જ્યાં તે ૩ જૂને પહોંચવાની અપેક્ષા છે. નિષ્ણાતોના મતે, યુદ્ધ જેવી સ્થિતિમાં પણ ભારતીય હિત ધરાવતા જહાજોનું આ રીતે પસાર થવું એ ભારતની મજબૂત વિદેશ નીતિ અને વ્યૂહાત્મક સંકલનનું પરિણામ છે. જોકે, હજુ પણ આ રૂટ પર જોખમ યથાવત હોવાથી ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ અરબી સમુદ્રમાં ચાંપતી નજર રાખી રહ્યા છે જેથી કરીને આગામી દિવસોમાં આવનારા અન્ય જહાજોને પણ કોઈ આંચ ન આવે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
