હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘ૐ'એ આધ્યાત્મિક સ્વસ્તિક અને કલ્યાણકારી મંત્ર છેઃ પૂ. મોરારીબાપુ
‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા' શ્રી રામકથાનું તિર્થધામ શ્રી ઓમકારેશ્વરમાં ગાન ૨૦૨૮માં શ્રી ઓમકારેશ્વર તિર્થધામમાં પૂ.મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથા

રાજકોટ, તા., ૧૬ : પૂ. મોરારીબાપુની માનસ ભારત સ્વસ્તીક યાત્રા ગઇકાલે ઓમકારેશ્વર તીર્થધામ પહોંચી હતી. દ્વાદશ જયોતીલીંગ સ્વરૂપ ઓમકારેશ્વર મહાદેવની ભુમી તથા મા ગંગા-કાવેરીના સંગમની ભુમી પર રામકથાના પરમ પ્રેમમય આનંદમય સંવાદમાં આગળ ધપતા પૂ.મોરારીબાપુએ કહયું કે ભારતીય આધ્યાત્મીક પરંપરામાં ઓમ કેન્દ્ર સ્થાને છે. ઓમ એ આધ્યાત્મીક સ્વસ્તીક છે. આપણે આધિ ભૌતીક સ્વસ્તીક વિશે સંવાદ કર્યો, આજે આધ્યાત્મીક સ્વસ્તીક વિશે સંવાદ કરીએ. ભારત વર્ષમાં નવ-નવ (૯)નું ખુબ મહત્વ છે. માનસમાં પણ નવનું પ્રાધાન્ય છે. રામ પ્રાગટયની તિથી નવમી છે. નવનાથ છે. આ નવનાથ એ જ ભારતનો નાથ છે. નવરંગ, પૃથ્વી નવખંડમાં પથરાયેલી છે. ભકિત નવ પ્રકારની છે. તીથી પણ નવ છે વગેરે આપણે ત્યાં નવ નાદ છે. પ્રથમ નાદ ઓમ છે.
વધુમાં જણાવ્યુ હતુ કે, અસ્મિતા એટલે ખુમારી ‘અસ્મિતા' શબ્દ પતંજલી એ આપ્યો છે. અસ્મિતા પચાવવી હોય તો એના માટે કેટલાક સૂત્રો છે. જરૂરી સંપદા એટલે કે સંપન્નતા જરૂરી છે. આરોગ્ય-સ્વાસ્થય જરૂરી છે, સારા સંતાન હોય, આપણા કુળની ખુમારી હોવી જોઇએ,
નામ ખુમારી જરૂરી છે - નાનક જેને ‘નામ ખુમારી' કહે છે, ગુરૂની ખુમારી - આપણને આપણા ગુરૂની ખુમારી હોવી જોઇએ. ઘણા મને કહે છે - બાપુ, અમે સાધુ નથી તો શું કરવું ? હું કહેતો રહું છું કે તમે ભલે સાધુ ન હો, સાધુ થવાની જરૂર નથી પણ તમે કોઇ સાધુના થઇ જાવ એજ પર્યાપ્ત છે.
આપણે ત્યા ત્રિલોક ચૌદ લોકના સંદર્ભો છે પણ તુલસીદાસજી તો ‘સકલ લોક'નો મહિમા કહે છે. ઉપનિષદમાં ત્રિલોકની વાત છે. (૧) પિતૃલોક (ર) મનુષ્યલોક અને (૩) દેવલોક,તુલસીદાસજીના કુલ બાર ગ્રંથો છે. આ બાર ગ્રંથો (૧ર સદગ્રંથો) ને હું ‘દ્વાદશ ઉપનિષદ'મ માનું છું.
ર૦ર૮ માં આ શ્રી ઓમકારેશ્વરની ભુમિ ઉપર એક શ્રીરામકથાનું ગાન કરવુ છે. જેથી મદનભાઇએ કીધુ કે બાપુ ર૦ર૮ માં શ્રી ઓમકારેશ્વરમાં એક કથા આપો. પૂ. મોરારીબાપુએ સહર્ષ સ્વીકારીને કહયુ કે આપી. (-મનોજ જોશી ‘મજો' રાજકોટ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫ મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
